Mysamachar.in-ગાંધીનગર:
ગાંધીનગર ખાતેથી આજે ૨૦૧૯ વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે,જામનગર સહિત પાંચ શહેરોમાં નવી કેન્સર હોસ્પિટલ ઉભી કરવામાં આવશે,ગાંધીનગર ખાતેથી જાહેરાત કરતાં નીતિન પટેલએ વધુમાં જણાવ્યુ હતું કે જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરતમાં ટૂંક સમયમાં ભારત સરકારના સહયોગથી નવી કેન્સર હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે,
જામનગર જી.જી.હોસ્પિટલમાં હાલમાં કેન્સર વિભાગ કાર્યરત હોય,તેના વડા ડો. સૈનીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે,જી.જી.હોસ્પિટલના કેન્સર વિભાગમાં દર વર્ષે કેન્સરના નવા ૧૫૦૦ જેટલા દર્દી સારવાર લેવા આવી રહ્યા છે અને જૂના ૭ થી ૮ હજાર દર્દી સારવાર મેળવી રહ્યા છે.જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી કેન્સરના દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે,
ડો.સૈનીએ વધુમાં જણાવ્યુ હતું કે,ખાસ કરીને મોઢાના, ગળાના, ફેફસા, મહિલાઓના બ્રેસ્ટ કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે.તમામ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે,હાલમાં નવી બિલ્ડીંગના ત્રણ માળ કેન્સર વિભાગના છે.મશીનરી ફાળવણીની કાર્યવાહી ચાલુ છે,ત્યારે કેન્સરના દર્દીઓને ઉત્તમ સુવિધા મળી રહેશે,
વધુમાં જી.જી.હોસ્પિટલના કેન્સર વિભાગમાં પાંચ તબીબની જગ્યાએ હાલ એક તબીબ સેવા આપી રહ્યા છે,સ્ટાફની અછત છે.તેવામાં નવી હોસ્પિટલ બનવાથી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે,તેવું જાણવા મળી રહ્યું છે,
આમ જામનગરને નવી કેન્સર હોસ્પિટલની સુવિધા મળવાથી આરોગ્ય ક્ષેત્રમાં વધારો થતા કેન્સરના દર્દી તેનો લાભ લઈ શકશે.અને અન્ય જિલ્લાઓમાં કેન્સરની સારવાર માટે દર્દીઓને ધક્કાઓ નહીં થાય.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.