Mysamachar.in-જામનગર:
જામનગર વોર્ડ નંબર 2 ના સક્રિય કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) દ્વારા તા.23/07/2025 ના રોજ તેમના માતા સ્વ.બાબાબા મહિપતસિંહ ઝાલાની ચર્તુથ પુણ્યતિથી નિમીતે ઝાલા પરિવાર તરફથી વિવિધ સામાજીક કાર્યો કરવામાં આવેલ. જેમાં બ્લડ ડોનેશન કેમ્પમમાં 226 રક્તદાતાઓ રક્તદાન કરેલ અને તમામ રક્ત જામનગરની જી.જી.હોસ્પીટલમાં જમા કરવામાં આવેલ ત્યારબાદ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત સગા સ્નેહીજનો, મિત્ર વર્તુળ, વિસ્તારના આગેવાનો સામાજીક રાજકીય આગેવાનો તમામ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ તથા ખાસ રાત્રે માં બાપ ને ભુલશો નહિ પ્રેરિત અશ્વિનભાઈ જોષીનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવેલ જે આજના યુવાઓ માટે પ્રેરણારૂપ છે.આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, નેતાઓ, સામાજિક સંસ્થાઓનો પ્રતિનિધિઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને હકાભાઇની અનોખી ઉજવણીને બિરદાવી હતી.