Mysamachar.in-જામનગર:
જામનગર નજીક ઢીંચડા ગામે આવેલ ભાયુભાગની કીમતી જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી વેચાણના કેસમાં અદાલતે એક વકીલને 7 વર્ષની સજા ફટકારી આ પ્રકરણમાં વકીલ સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પાંચ શખ્સોનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવ્યો છે જયારે આ પ્રકરણમાં જામનગરની અદાલતના હુકમમાં છેડછાડ કરી રદને બદલે મંજૂર કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું જેની કોર્ટે ગંભીર નોંધ લીધી છે
જામનગર નજીક ઢીચડા ગામે આવેલી 24 વીઘા ખેતીની જમીન બોગસ દસ્તાવેજ બનાવી વેંચાણ કરવાના પ્રકરણમાં સૌભાગ્યચંદ્ર વેરશીભાઈ દોઢીયા, હર્ષીલ સૌભાગ્યચંદ્ર વેરસીભાઈ ગઢીયા, રૂપાભાઈ બાબુભાઈ રાવલીયા, અમિત રૂપાભાઈ રાવલીયા, વકીલ રાજેશ લાભશંકરભાઈ પંડયા, ભરતભાઈ ખીમજીભાઈ મથ્થર સામે 23-1-20212ના પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.
જે તે સમયે પોલીસ ફરિયાદમાં એવું જાહેર થયેલ કે ઢીચડા ગામે આવેલ ભાયુભાગની ફરીયાદીના ભાગમાં આવેલી 24 વીધા જમીન વકીલ અને ઉપરોક્ત તમામ શખ્સોએ એકસંપ થઈ પૂર્વોયોજીત કાવતરૂં રચી કરિયાદીની સંમતી વગર બારોબાર વેચાણ દસ્તાવેજ કરી વેંચી નાખવામાં આવ્યા હતા વધુમાં આ જમીન અંગે અદાલત દ્વારા વચગાળાના મનાઈ હુકમની અરજી રદ કરી હતી તે વકીલ રાજેશ પંડ્યાએ વચગાળાની મનાઈ હુકમની અરજીના હુકમમાં છેડછાડ કરી રદને બદલે મંજૂર કરી નાખ્યું હતું. આમ ખોટો દસ્તાવેજ હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણ કરી નાખવામાં આવી હતી આથી પોલીસે વકીલ સહીત તમામ છ શખ્સો સામે આઇપીસી ક્લમ 465 466,467, 468, 471, 120(બી) હેઠળ ગુનો દાખલ કરી અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
આ કેસની ચાર્જશીટ કોર્ટમાં મુકવામાં આવ્યા બાદ આ કેસ ચાલી જતાં મદદનીશ સરકારી પોતાની લંબાણ પૂર્વકની દલીલો અને પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા, જેમાં જેની સામે ગુન્હો દાખલ થયો હતો તે વકીલે કોર્ટે કરેલા વચગાળાના મનાઈ હુકમમાં રદની બદલે મંજૂર કર્યાની છેડછાડ વકીલે કરી હોવાનું પુરવાર થાય છે. તેવી દલીલો પણ કરી હતી આથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈને સાહેદોની જુબાની તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ કોર્ટે વકીલ રાજેશ એલ પંડ્યાને તકસીરવાન ઠેરવી આઇપીસી કલમ 465માં 1 વર્ષ, આઇપીસી કલમ 466માં 7 વર્સની સખત કેદ અને રૂ.15000નો આઇપીસી અને રૂપિયા 5000નો દંડ જયારે કલમ 467માં 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જયારે સૌભાગ્યચંદ્ર દોઢિયા, હર્ષીલ, રૂપાભાઈ, અમિત અને ભરતભાઈ મથ્થરનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો હતો.
કોર્ટે ચુકાદામાં નોંધ કરી છે કે વકીલ જેવો પવિત્ર વ્યવસાય કરનાર વ્યક્તિ જ જયારે કોર્ટના હુકમમાં છેડછાડ કરે તો અતિ ગંભીર બાબત બની જાય છે, અને આવી બાબતને સહજ રીતે ચલાવી શકાય નહિ, આ કેસમાં સરકાર તરફે એ.પી.પી.આર.ડી.ભુરીયા જયારે આરોપીઓ પક્ષે વકીલો બી.જે.રાજદેવ, વી.એચ.કનારા અને એચ.ડી.સોનગરા રોકાયા હતા.(symbolic image)