Mysamachar.in:જામનગર
જામનગરની પંચવટી કોલેજમાં અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલ સહિતના સ્ટાફને ધમકી આપવી હુમલા કરવા તેવી બાબતો સામે આવતી રહી છે, થોડા સમય પૂર્વે ફરજ બજાવતા એક પ્રિન્સીપાલને વિદ્યાર્થીએ છરી મારી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યાં જ વધુ એક વખત છરી સાથે આવેલ એક વિદ્યાર્થીએ પ્રિન્સીપાલને ધમકી આપ્યાનો મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે.
જામનગરની વી.એમ. મહેતા કોલેજ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (પંચવટી કોલેજ)માં એક વિદ્યાર્થીએ અન્ય બે વિદ્યાર્થીઓને લાકડી વડે માર માર્યો હતો તેમ જ વિદ્યાર્થીનીઓને ગ્રાઉન્ડમાં ના બેસવું તેમ કહ્યું હતું આ બાબત વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને ધ્યાને લાવતા વિદ્યાર્થીને સમજાવવા માટે જતા એ વિધાર્થીએ પ્રિન્સિપાલને પણ ગાળો આપી હતી. અને કોલેજ કેમ્પસમાં છરી સાથે ધસી આવી હોબાળો કરતા પ્રિન્સિપાલ દ્વારા આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરની પંચવટી કોલેજમાં બી.એ.માં ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અર્જુનસિંહ મહેન્દ્રસિંહ વાઢેર નામના વિધાર્થીએ ગઈકાલે સવારે સાડા દશેક વાગ્યે કોલેજમાં બે વિદ્યાર્થીઓને લાકડી વડે માર માર્યો હતો જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓને ગ્રાઉન્ડમાં નહિ બેસવું તે કહેતા વિદ્યાર્થીનીઓ દ્વારા આ બાબતે કોલેજના પ્રીન્સીપાલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ અર્જુનસિંહ વાઢેર ત્યાં જ કોલેજના દરવાજા પાસે હાજર હતો ત્યારે પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસિંહ રાજપૂતે વિધાર્થી અર્જુનસિંહને સમજાવવા જતા તેઓને પણ ગાળાગાળી કરવામાં આવી હતી અને કોલેજ કેમ્પસમાં છરી સાથે હોબાળો કરી મુકતા આખરે આ મામલે પ્રિન્સિપાલ દ્વારા સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.