Mysamachar.in-સુરત:
તાજેતરમાં જ તહેવારોની મોસમ ગઈ…અને તહેવારોની મજા સૌ એ પરિવારો સાથે અલગ અલગ રીતે માણી હશે…તો કેટલાય નશામા ચકનાચૂર થઈને પણ ફર્યા હશે..ત્યારે જામનગર ટ્રાફિક શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈએ જીઆરડી જવાન સાથે બબાલ કર્યા બાદ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટના સામે આવતા જામનગર પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે,
વાત એવી છે કે સુરતના મહુવા તાલુકાના બામણીયા ગામે ગતરાત્રીના જામનગર ટ્રાફિકશાખામાં ફરજ બજાવતા પીએસઆઈ વી.એન.ચૌધરી એ જીઆરડીના જવાન સાથે કોઈ બાબતને લઈને સામાન્ય બોલાચાલી બાદ જીઆરડી જવાનને માર માર્યો હતો, અને માર માર્યા બાદ ભારે હોબાળો કરતાં ગ્રામજનો પણ એકત્ર થઇ જવા પામ્યા હતા, જેને લઈને પીએસઆઈ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા બામણીયા ગામે સન્નાટો મચી જવા પામ્યો હતો, પીએસઆઈ ચૌધરી મૂળ મહુવા તાલુકાના છે, અને પીએસઆઈ દ્વારા આ રીતે હોબાળો મચાવ્યા બાદ ફાયરીંગ કરવામાં આવતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મહુવા પોલીસે પીએસઆઈ ચૌધરીની અટકાયત કરી અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આ અંગે જામનગર જીલ્લા પોલીસવડા ને પણ જાણ કરી છે.
-જામનગર એસ.પી.શરદ સિંઘલે કહ્યું કે..
આ મામલે જામનગર એસ.પી.શરદ સિંઘલની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ આ ઘટનાને સમર્થન આપતા કહ્યું કે પીએસઆઈ ચૌધરી રજા પર હતા..અને બાદમાં શીક પર ઉતરી ચુક્યા હતા..આ મામલે રાજ્ય પોલીસવડાને જાણ કરી સસ્પેન્શન માટેની જરૂરી કાર્યવાહી પણ ચાલી રહી છે.