Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ આગામી નાણાંકીય વર્ષ 2025-26 માં નગરજનો પરના જુદાજુદા પાંચ પ્રકારના ચાર્જીસમાં વધારો જાહેર કરી દીધો છે. આ અગાઉ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કરદર વધારાઓ અંગે વિવિધ દરખાસ્ત ડ્રાફ્ટ બજેટમાં મૂકવામાં આવેલી. જે પૈકી અમુક વધારા દરખાસ્ત કમિટીએ આંશિક રીતે સ્વીકારી લેતાં વર્તમાન નાણાંકીય વર્ષની સરખામણીએ આગામી નાણાંકીય વર્ષ દરમિયાન મહાનગરપાલિકાને રૂ. 4.25 કરોડની વધારાની આવક પ્રાપ્ત થઈ શકશે. બીજા અર્થમાં કરદાતા નગરજનો પર આટલો કરબોજ વધશે. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીઓ આપેલું આ બજેટ હવે મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રજૂ થશે, જ્યાં સભ્યો તેના પર ચર્ચાઓ કરી શકશે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઈકાલે સોમવારે સાંજે મળી હતી જેમાં આ સૂચિત વધારા માન્ય કરવામાં આવ્યા છે. સાથે સાથે, કમિશનરે સૂચવેલા અમુક વધારા નામંજૂર પણ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, એન્વાયરમેન્ટ improvement/ ગ્રીનરી ચાર્જ તથા ફાયર ચાર્જીસના વધારાઓ આંશિક મંજૂર થયા છે. આ કુલ વધારો રૂ. 4.25 કરોડ થશે.(file image)
