Mysamachar.in-જામનગર:
જામનગરના 79-દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં આવેલાં શહેરના બે વોર્ડ, 15 અને 16માં સિમેન્ટ રોડ અને સી.સી. બ્લોકના કુલ 21 કામોનો ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આરંભ કરાવ્યો છે. આ કામોનો કુલ ખર્ચ રૂ. 298.14 લાખ અંદાજવામાં આવ્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગરના વોર્ડ નંબર 16 માં રૂ. 198.57 લાખના ખર્ચથી જુદાજુદા વિસ્તારોમાં સિમેન્ટ રોડ અને પેવર બ્લોકના કામોનો ગત્ સપ્તાહમાં આરંભ થયો છે. અહીં કુલ 10 કામોની શરૂઆત કરાવવામાં આવી છે.
ઉપરાંત વોર્ડ નંબર 15 માં કુલ રૂ. 99.57 લાખના અંદાજિત ખર્ચથી 11 કામોનો આરંભ ધારાસભ્યના હસ્તે થયો છે. જેમાં પણ સિમેન્ટ રોડ અને પેવર બ્લોકના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તકે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા દંડક અને પક્ષના વોર્ડ આગેવાનો તથા કાર્યકરો અને સ્થાનિકો હાજર રહ્યા હતાં.