Mysamachar.in:જામનગર
દેવામાં ડૂબેલ માણસને જયારે કોઈ રસ્તો ના સુઝે ત્યારે તે ગમે તે કરવા તૈયાર થઇ જાય, પણ ક્યારેક આવા મુશ્કેલ સમયમાં કેટલાક ઢોંગીઓ અને તેના મળતિયાઓ આવા લોકોની તકનો લાભ લઇ અને તેની પાસેથી પ્રલોભનો આપી અને નાણા ખંખેરવાનો ખેલ કરે છે, જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામે પણ આવી ઘટના એક ખેડૂત સાથે ઘટી છે, જેમાં પોતે ત્રણેક વર્ષથી દેવામાં ડૂબી જતા તેનો સંપર્ક એક બાપુ સાથે થતા બાપુએ ખેડૂતને પોતાની વાતોમાં ફસાવી લઇ અને તાંત્રિક વિધિ 11 લાખના બે કરોડ અને સોનાના ઘડા આપવાની લાલચે 10 લાખ પડાવી લીધા અંગેની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકે જાહેર થયા બાદ ખેડૂત પાસેથી પૈસા પડાવી લેનાર તાંત્રિકને જામનગર એલસીબીએ ઝડપી પાડ્યો છે, જયારે હજુ પણ 4 પોલીસ પકડથી દુર છે.
ફરીયાદી જીતેન્દ્ર વિઠલ કથીરીયા આરોપીઓ અનવરબાપુર રહે. અમદાવાદ, કેશુભાઇ રહે. જુનાગઢ, તથા અજાણ્યા ત્રણ ઇસમો વિરૂધ્ધમાં ફરીયાદ જાહેર કરેલ કે, આરોપીઓએ મીલાપીપણુ કરી તાંત્રીક વિધી કરી ચલણી નોટો બનાવવાનો ડેમો બતાવી ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદી ના રહેણાંક મકાનમા તેમજ કલ્યાણપુર ગામે ફરીયાદીની ખેતીની જમીનમાં ખાડો ખોદી સ્ટીલના હાંડા ઉપર તાંત્રીક વીધી કરી હાંડો સોપી આપી હાંડામા સોનુ હોવાનો વિશ્વાસ અપાવી ફરીયાદી તથા તેના દિકરા સૌરવ કથીરીયાને ફોન કરી તાંત્રીક વીધીના રૂપીયા આપશો તો જ તમારૂ કામ આગળ વધશે નહિ તો કામ નહી થાય અને પરીવાર નુ ધનોતપનોત થશે તેમ કહી ફરીયાદી પાસે કટકે કટકે આંગડીયા મારફતે આશરે 10 લાખ રૂપીયા પડાવી છેતરપીંડી તથા વિશ્વાસધાત કરી ગુન્હો દાખલ થયેલ,
જે બાદ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના સઘન માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો ધ્વારા આ ચીટીંગના ગુના અંગે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ નો ઉપયોગ કરી જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા,હરદીપ ધાધલ તથા હિતેન્દ્રસિંહ જાડેજાને હકિકત મળેલ કે અનવરબાપુ રહે. અમદાવાદ વાળો હાલમા ધણા સમયથી વાકાનેરમાં અમસર ફાટક પાસે ધી ગાર્ડન રેસ્ટોરન્ટ બાજુમા તેમના પરિવાર સાથે રહે છે અને તાંત્રીક વીધી કરી માણસો પાસેથી પૈસા પડાવે છે. જેથી વાકાનેર ખાતે તપાસ કરવામાં આવેલ, અનવર ઉર્ફે અનવરબાપુ અબુભાઇ ઠેબા સંધી રહે. હર્ષદનગર તઇબા મસ્જીદ પાસે, ખામધ્રોળ રોડ જુનાગઢ તથા ફતેવાડી કેનાલ વાળી ગલી, જુહાપુરા અમદાવાદ હાલ- અમરસંગ ફાટક પાસે ધી ગાર્ડન રેસીડેન્સી વાકાનેર જી.મોરબી વાળાને ઝડપી પાડી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે સોનું કાઢી આપવાની લાલચ આપી ફરીયાદીને છેતરેલ હોવાની કબુલાત આપેલ,
જેથી આરોપીના કબ્જામાંથી તાંત્રીક વીધીના નામે ચીટીંગ કરી મેળવેલ રકમ પૈકી રોકડ રૂ. 1,70,000/- તથા ગુનો કરવામા ઉપયોગ કરેલ મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છેઆ ગુન્હામાં હજુ સાજીદ ચાનીયા રહે. બગસરા જી.અમરેલી (આરોપી અનવરની પત્નીના ફઇનો દિકરો) , પપ્પુ રહે. બગસરા જી.અમરેલી (જે સાજીદ ચાનીયાનો મિત્ર છે.) , કેશુભાઇ રહે. પોરબંદર, બરકતભાઇ રહે. રાજકોટ વાળાને ઝડપી પાડવા તપાસ કરી રહી છે.