Mysamachar.in-જામનગર:
જામનગર LCB ની ટીમને વધુ એક સફળતા મળી છે,હજુ તો થોડા દિવસ પૂર્વે નામચીન અનિલ મેરની ગેંગ કનસુમરા ગામ નજીક હાઈવે પર ઘાડને અંજામ આપે તે પૂર્વે જ LCBની ટીમે તેને ઝડપી પાડી હતી ત્યાં જ વધુ એક આવી જ ગેંગ ઘાડના ગુન્હાને અંજામ આપે તે પૂર્વે જ ગેંગના સાગરીતોને LCBએ દબોચી લીધા છે.

LCB સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા,હરદીપભાઇ ધાંધલ અને અજયસિંહ ઝાલાને માહિતી મળી હતી કે હત્યા,હત્યાની કોશિશ,લુંટ,મારામારી,સહિતના ગુન્હામાં ઝડપાયેલા હિતેશ કોળી અને રામ મોઢવાડીયાએ એક ગેંગ બનાવેલ છે અને આ ગેંગ ના સાગરીતો ઘાતક હથિયારો સાથે ઈન્ડીકા કારમાં બેડી નવાબંદર નજીક પસાર થઇ રહેલા વાહનોને રોકી અને ઘાડ પાડવાની ફિરાકમા છે,તેવી માહિતી સાથે નવા બંદર નજીક LCB ની ટીમે પહોચી જઈને એક કાર સહિતના ઘાતક હથીયારો સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે,

જેમાં ગેંગનો મુખ્ય સુત્રધાર હિતેશ ઉર્ફે વાંગો અને રામ મોઢવાડીયા અગાઉ જુદા-જુદા ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયેલું છે,તો હિતેશ ઉર્ફે વાંગો ખૂનના ગુન્હામાં પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો જે પણ પોલીસને હાથ લાગ્યો છે,ત્યારે આ ગેંગ વધુ ગુન્હાને અંજામ આપે તે પૂર્વે જ પોલીસના સંકજામા આવી ચુકી છે.
