Mysamachar.in-જામનગર:
ગઈકાલે સુરતની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવ્યું છે..,ત્યારે આડેધડ બાંધકામો અંગે મહાનગરપાલિકાઓએ આ ઘટનામાં થી બોધપાઠ લેવાની પણ જરૂર છે,.ત્યારે જો વાત જામનગરની કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકા એ નીતિનિયમોને નેવે મુકીને આડેધડ મંજૂરીઓ ભૂતકાળમાં (એક ચોક્કસ અધિકારીના સમયમાં) આપી ચૂક્યું છે,અને કેટલાક બિલ્ડીંગો તો રાજકીય લોકોએ પણ ઉભા કર્યા છે,
ત્યારે ખાસ તો જુના જામનગરમાં આડેધડ પાછલા વર્ષોમાં ભલામણોથી અપાયેલ(ના આપી શકાય તેવી જગ્યાએ પણ) રજાચિઠીઓ આપી દેવાઈ છે તેવી ઈમારતોમા જો આગ કે અકસ્માત ની કોઈ ઘટના બને તો ફાયરફાઈટર પણ અમુક ગલીઓમા પહોચી ના શકે તેવી સ્પષ્ટ સ્થિતિ છે,
છતાં પણ બે માળ થી પાંચમાળ સુધીની આડેધડ મંજૂરીઓ ક્યારેક કોઈ મોટી દુર્ઘટનાને અંજામ પણ આપે તો નવાઈ નહિ,સુત્રો તો ત્યાં સુધી કહે છે કે જે જુનું જામનગર કહેવાય છે ત્યાં ગલીઓ એટલી સાંકડી છે કે ત્યાં કાર પણ જઈ શકે કે પાર્ક થઇ શકે તેમ નથી,એવા વિસ્તારોમાં બિલ્ડીંગો તો રાજકીય આશીર્વાદ થી ઉભી થઇ છે પણ કુદરત ના કરે અને કાલે કોઈ અકસ્માત થાય તો શું.?તે મનપાએ અત્યારથી જ મનોમંથન કરી લેવાની જરૂર છે.
ફાયર વિભાગને જે તે સમયે કોંઈએ પૂછ્યું પણ નથી…
મનપાના આધારભૂત સુત્રો જણાવે છે કે જે-તે સમયે આવી ગલી અને ખાંચાઓમા બાંધકામની મંજૂરી પાસ થવા માટે મહાનગરપાલિકા ની ટાઉનપ્લાનીંગ શાખા પાસે આવી ત્યારે માત્ર ભલામણો ને આધારે જ મંજૂરી આપી દેવાઈ છે,ખરેખર મનપાના ફાયર વિભાગનો પણ આવા કિસ્સાઓમાં કોઈ જ અભિપ્રાય લેવામાં આવ્યો નથી ત્યારે કાઈ થાય તો જવાબદાર કોણ.?