• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર ‘જીજી’નું ઉચાપત પ્રકરણ: હજારેક કર્મચારીઓના હિસાબોની તપાસ..!

આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કવાયત ચાલુ...

My Samachar by My Samachar
June 4, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
વર્ષે 7 લાખ લોકોની સેવાઓ કરતી GG હોસ્પિટલ ખુદ રામભરોસે  !! 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગરની જીજી હોસ્પિટલમાં સેંકડો આઉટસોર્સ કર્મચારીઓને દર મહિને વેતન સહિતના લાખો રૂપિયાના ચૂકવણા કરવાની પ્રક્રિયાઓમાં ‘જગ્યા’ શોધી લઈ 2 કર્મચારીઓએ સરકાર સાથે કરેલી છેતરપિંડીનો મામલો હવે ઘાટો થઈ ગયો છે. કારણ કે, એક તરફ ગાંધીનગરની ખાસ ટીમ મામલાની તપાસ ચલાવી રહી છે, બીજી તરફ સ્થાનિક પોલીસ આ કુંડાળાઓની બારીકીનો અભ્યાસ કરી રહી છે.

અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં આઉટસોર્સના સેંકડો કર્મચારીઓ છે. આ કર્મચારીઓને દર મહિને ચૂકવવાના થતાં વેતન સહિતના નાણાંની ચૂકવણીઓ માટે હજારો વાઉચર સહિતના કાગળો તૈયાર કરવા પડતાં હોય છે. આ બધાં જ કાગળો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવતા હતાં કે તેમાં કોઈ કારીગીરી કરવામાં આવતી હતી- તેની તપાસ એકસાથે 2 ટ્રેક પર ચાલી રહી છે.

આ સેંકડો આઉટસોર્સ કર્મચારીઓના વેતન સહિતના ખર્ચના વાઉચર અને વાઉચર સામે નાણાંની ચૂકવણીઓ- આ એક મોટી પ્રોસેસ છે. જેમાં ગેરરીતિઓ આચરવાના આરોપસર એક યુવતી સહિત 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગયા પછી હવે તપાસ માટે ગાંધીનગરથી આવેલી ટીમ અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝીણવટથી તમામ સંબંધિત કાગળોની ચકાસણીઓ કરવામાં આવી રહી છે.

પોલીસસૂત્રના જણાવ્યા અનુસાર, આશરે એક હજાર જેટલાં આઉટસોર્સ કર્મચારીઓને અત્યાર સુધીમાં થયેલા ચૂકવણાનો અભ્યાસ ચાલી રહ્યો છે. તેમાં અનિયમિતતાઓ બહાર આવી શકે છે. કેમ કે આરોપીઓ લાંબા સમયથી આ સમગ્ર વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા હતાં.

તપાસનીશ અધિકારી પીએસઆઈ જે.પી.સોઢાએ આજે બપોરે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં આ ઉચાપત પ્રકરણના બંને આરોપીઓ વિરુદ્ધ તપાસના કામે દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરીઓ ચાલી રહી છે, જરૂરી પુરાવાઓ એકત્ર થયે બંને આરોપીઓની અટકાયત કરી પુરાવાઓ સાથે અદાલત સમક્ષ પેશ કરવામાં આવશે.

-કૌભાંડ થઈ શકે એવી ઘણી ‘જગ્યાઓ’ હોય છે !!

અત્યંત આધારભૂત સૂત્રના કહેવા અનુસાર, જે આઉટસોર્સ કર્મચારીઓ જુદાજુદા કારણોસર નોકરીમાં હાજર ન હોય એ દિવસે કે એ દિવસોમાં પણ કાગળો પર જેતે કર્મચારીને ‘હાજર’ દેખાડી તે સંબંધિત નાણાંનો વહીવટ કરી શકાતો હોય છે. આ ઉપરાંત ધારો કે 900 કર્મચારીઓ નોકરીઓ કરતાં હોય અને 1,000-1,200 કર્મચારીઓ ‘કાગળ’ પર દેખાડી દેવામાં આવે અને સૌની સામેલગીરીથી સરકારની તિજોરીમાંથી વધારાના નાણાં ‘ઉસેડી’ લેવામાં આવતું હોય તેમ પણ બની શકે છે. જો કે આ બધી આશંકાઓ તપાસ બાદ જ હકીકતના રૂપમાં બહાર આવી શકે. હાલ ગાંધીનગર ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ માટે ‘ઉંડે’ સુધી જવાની દિશામાં આગળ વધી રહી

SendShareTweetShare

Join Us on Social

Recent News

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

અંધારૂ : પ્રદૂષણ બદલ ઉદ્યોગો પાસેથી વસૂલાતી રકમ વણવપરાયેલી !

June 5, 2025
અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

June 5, 2025
જામનગર જિ.પં.ના સિંચાઈવિભાગમાં ભ્રષ્ટાચારની ‘ખેતી’ અને લીલાલહેર !!

જામનગર જિ.પં.ના સિંચાઈવિભાગમાં ભ્રષ્ટાચારની ‘ખેતી’ અને લીલાલહેર !!

June 5, 2025
સરકારના કૃષિ સહિતના વિભાગોમાં થયેલી RTI અરજીઓના આંકડા…

RTIમાં આવકારદાયક ફેરફારો, પણ અમલની ખાતરી કોણ આપશે ?

June 5, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

અંધારૂ : પ્રદૂષણ બદલ ઉદ્યોગો પાસેથી વસૂલાતી રકમ વણવપરાયેલી !

June 5, 2025
અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

June 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®