Mysamachar.in-જામનગર:
જામનગરમાં કેટલાય ઔધોગિક એકમો આવેલ છે અને આ એકમોમાં દરેડ જીઆઈડીસી ફેઝ ૨ અને ૩ પણ આવેલ પણ અહીના કેટલાક ઉદ્યોગકારો જામનગર મહાનગરપાલિકાને વેરા ભરવામાં ગલ્લા તલ્લા કરતા હોય ઉદ્યોગકારો જામનગર મહાનગરપાલિકા સામે મિલકતવેરા સંબંધે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ આ એપ્લીકેશન ગુજરાત હાઇકોર્ટે રદ કરી હોવાનું મનપાના આસી કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલે જણાવ્યું છે, વધુમાં તેવોએ જણાવ્યું છે કે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેચ સમક્ષ એલપીએ દાખલ કરવામાં આવેલ જે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેચએ જીઆઇડીસી પ્લોટ ધારકોની એલપીએ રિજેક્ટ કરેલ અને બાકી નીકળતો તમામ વેરો જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ ફરમાન કર્યું છે જે સંદર્ભે જામનગર મહાનગરપાલિકાની વધુ એક વખત જીત થઇ છે જયારે કોર્ટ સમક્ષ ગયેલ ઉદ્યોગકારોને પછડાટ ખાવાનો વારો આવ્યો છે.
જીઆઇડીસી વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે અને તેથી ઔધોગિક એકમો ધરાવતા ઉદ્યોગકારો વેરો ભરવા માટે બંધાયેલા છે. બેંચે અરજદારોને તાત્કાલિક તમામ બાકીવેરો ભરપાઈ કરવા માટે નિર્દેશ આપ્યો હોવાનું મનપા જણાવે છે, આમ હવે ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાને બાકી નીકળતો વેરો ભરવો પડશે.એટલે કે હવે મનપા થોડા દિવસો પૂર્વે આદરેલી ઝુંબેશને ફરી વેગવંતી બનવાશે તેમ માનવામાં આવી રહ્યું છે.અને કોર્પોરેશનની તિજોરીમાં ફરી આવક થશે.(file image)