Mysamachar.in-જામનગર:
ગત તા.૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં થયેલ આતંકવાદી હુમલામાં દેશની CRPFના સૈનિકો શહીદ થયા હતા.
જે બદલ દેશના જવાબદાર નાગરિક અને જાહેર સેવક તરીકે શહીદોના પરિવારની પડખે ઉભા રહેવાને પોતાની નૈતિક ફરજ સમજીને, જિલ્લા પંચાયત જામનગરના પદાધિકારીઓ-અધિકારીઓ તથા તમામ કેડરના ૫૦૦૦થી વધુ કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર શહીદોના કલ્યાણ અર્થે જમા કરાવીને, શહીદોએ આપેલ બલિદાનનું ઋણ અદા કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકની અપીલને માન આપીને જામનગર જીલ્લા પંચાયત કર્મચારી સંધ, જામનગરે તમામ કર્મચારીઓને યોગદાન આપવા અપીલ કરતા કુલ રૂ.૪૪.૧૪ લાખ એકઠા કરવામાં આવ્યા છે,
CRPFના શહીદ જવાનોના પરિવારની સહાય માટે કાર્યરત "ભારત કે વીર" નામક સંસ્થાને આ રકમ ચેકથી અર્પણ કરવામાં આવી છે.