Mysamachar.in:જામનગર
સોશ્યલ મીડીયા દ્વારા થતા ફાઇનાંસીયલ ફ્રોડના ક્રાઈમ જેમકે ક્રીપ્ટો કરન્સીના વેંચાણના નામે છેતરપીંડી જેવા ગુના અટકાવવા તેમજ આવા ગુના કરતા ઈસમોને પકડી પાડવા જામનગર સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝાના માર્ગદર્શનમાં ટીમો કાર્યરત હતી, એવામાં જામનગરમાં વ્યાપાર કરતા વ્યક્તિને ફેસબુકમાં “યુએસડીટી કીપ્ટો ટ્રેડર” નામની ડીપ્ટો કરન્સી વેચવાની ની ફેક પ્રોફાઇલ બનાવી પોતે સેલર તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી સાથે ફેસબુકમાં તથા ખોટા ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપમાં ચેટ કરી અને ફરીયાદીને P2P ડોલર મેળવી આરોપીઓ પાસેથી ડોલર ની સામે USDT ક્રીપ્ટો કરન્સી આપવાના નામે ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદીને 50% ઓછા દરે દક્રીપ્ટો લો અને ફાયદો મેળવો” એવુ કહી લલચાવી ફરીયાદીના વૉલેટમાંથી બીજા વૉલેટમાં રૂ. 04,95,000/- ની છેતરપીંડી બાબતની ફરીયાદ મળતા તે દિશામાં તપાસ આદરવામાં આવી હતી.
દરમ્યાન ગુન્હા બાબતે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનીકલ તપાસ હાથ ધરેલ જેમાં ક્રીપ્ટો કરન્સીના વેચાણ કરનાર આરોપીના ડીટેલ મંગાવી એનાલીસીસ કરતા વિવિધ આરોપીઓના લોકેશન અમદાવાદ સુરેન્દ્રનગર આવતા હોય જે પછી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને પકડી પાડી અટક કરેલ તથા પુછપરછ કરતા સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવાની તપાસ ચાલુ હોય અને હાલ તો શકમંદને ઝડપી પાડી ધોરણસર અટક કરી તપાસ માટે આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
શકમંદ તરીકે કોણ ઝડપાયું
-વિજય ઉર્ફે વિરાજ ઠાકરસી કણજારીયા ઉ. 22 વર્ષ, અભ્યાસ રહે. વસ્તળી ગામ પોપટપરા નવા રામાપીરની મંદીરની પાછળ તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર, આ ઇસમે ફેસબુક આઇડીમાં ફરીયાદીને USDT ઓછા ભાવમાં આપવાની ખોટી જાહેરાત કરી ઇન્ટરનેશનલ નંબર થી વોટસઅપમાં વાત કરી ફરીયાદી સાથે મીટીંગ કરવાનું કહીં આરોપી નંબર 2 અને 3 નાઓને ફરીયાદી સાથે મીટીંગ કરાવી રૂપીયા ટ્રાન્સફર કરાવ્યા બાદ USDT આઇડીમાં ટેકનીક ઇસ્યુનું બહાનું બતાવી પછી ફરીયાદીને બ્લોક કરી નંબર બદલાવી નાખેલ,જેના વિરુદ્ધ વર્ષ 2022માં લીમડી પોલીસ મથકમાં બીટકોઇન બાબતે ગુનો નોંધાયેલ છે.
-વનરાજસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ઉ.40 ધંધો. વેપાર રહે. વસ્તાળી ગામ ચત્રભુજ મંદિર પાસે તા.વઢવાણ જી.સુરેદ્રનગર જેનો રોલ ફરીયાદી સાથે મીટીંગ કરી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી રૂપીયા ટ્રાન્સફર કરાવી અને USDT આઇડીમાં ટેકનીકલ ઇસ્યુ છે આજે ટ્રાન્સફર નહિ થાય કાલે કરી આપીસ ત્યારબાદ પછી ફરીયાદીને બ્લોક કરી નાખી નંબર બદલાવી નાખેલા.
-વિપુલ ધીરૂ રોજ્શરા .ઉ.27 ધંધો-વેપાર રહે-કોરડા ગામ તા.ચુડા જી. સુરેન્દ્રનગર
આરોપીનો ગુનામાં રોલ.- આરોપી ન 1 બોલાવેલ ફરીયાદી સાથે મીટીંગ કરી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી રૂપીયા ટ્રાન્સફર કરાવી અને કહેલ કે મારા USDT આઇડીમાં ટેકનીકલ ઇસ્યુ છે આજે ટ્રાન્સફર નહિ થાય કાલે કરી આપીસ ત્યારબાદ પછી ફરીયાદીને બ્લોક કરી નાખી નંબર બદલાવી નાખેલ. જેની સામે પણ અલગ અલગ ગુન્હાઓ નોંધાયેલ છે.
-કેવી છે ઝડપાયેલ ઈસમોની મોડસ ઓપરેન્ડી
ફેસબુક તેમજ વોટ્સએપ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ક્રીપ્ટો ઇન્વેસ્ટમેન્ટ માટે જાહેરાતો આપ્યા બાદ પોતે સેલર તરીકેની ખોટી ઓળખ આપી ફેક આઈ. ડી.બનાવતો ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટની ઈચ્છા ધરાવતા ગ્રાહકો સાથે વોટ્સએપ મેસેનજર દ્વારા વાતો કરતો અને તે બાદ સામેવાળાને મળવા બોલાવી, ઇન્ટરનેશનલ નંબરથી ઈમ્પ્રેસ કરવું ત્યારબાદ ટેકનીકલ ઈશ્યુછે આજે ટ્રાન્સફર નહિ થાય કાલે કરી આપીશ તેમ કહી એક વખત રોકાણ કરાવી પાછી સામે ક્રીપ્ટો ના આપવું અને પછી રોકાણ પરત જોઇએ તો વધુ રોકાણ કરી એમ વારા ફરતી અલગ અલગ આરોપીએ કરીયાદી પાસે રોકાણ કરવાતા અને તમામ દ્વારા રોકાણ કર્યા પછી વોટ્સઅપમાં બ્લોક કરી, ફોન બંધ કરી ઓનલાઇન છેતરપીંડી આચરી પૈસા પડાવી સાયબર ક્રાઈમને અંજામ આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.