• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 24, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરનું રૂ. 1,493 કરોડના ખર્ચનું બજેટ પ્રસ્તુત કરતાં કમિશનર

મોટાભાગના ચાર્જમાં વધારો સૂચવાયો: નગરજનોએ નવા પ્રકારના ચાર્જીસ પણ આપવાના રહેશે: પાણી મોંઘુ કરવાની પણ દરખાસ્ત...

My Samachar by My Samachar
January 30, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જામનગરનું રૂ. 1,493 કરોડના ખર્ચનું બજેટ પ્રસ્તુત કરતાં કમિશનર
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરૂવારે કમિટીના સભાખંડમાં ચેરમેનના અધ્યક્ષપદે યોજવામાં આવી હતી, જેમાં કમિશનર દ્વારા મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર તથા વર્ષ 2024-25નું સુધારેલું અંદાજપત્ર ચેરમેનને સોંપવામાં આવ્યું. આ તકે મેયર તથા ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહ્યા હતાં.

કમિશનર ડી.એન. મોદીએ આજે આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે જે બજેટ ડ્રાફ્ટ ચેરમેન નિલેષ કગથરાને સોંપ્યો તેમાં મોટાભાગના ચાર્જીસમાં વધારો સૂચવવામાં આવ્યો છે અને વધારામાં નગરજનો પાસેથી નવા પ્રકારના અન્ય ચાર્જીસ વસૂલવા પણ કમિશનરે સૂચવ્યું છે. આગામી વર્ષે નગરજનો માટે પાણી પણ મોંઘુ થશે એમ આ ડ્રાફ્ટ બજેટ કહે છે.

જો કે, જામનગર મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ એવી રહી છે કે, પ્રથમ કમિશનર દ્વારા કરદર વધારા સૂચવવામાં આવે, પછી શાસકો દ્વારા આ વધારા રદ્દ કરવામાં આવે અથવા અંશત: વધારાને લીલીઝંડી આપવામાં આવે. પરંતુ આગામી વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોય, શાસકો નગરજનોનું ધ્યાન રાખશે એવી લાગણીઓ વ્યક્ત થઈ રહી છે. તેની સામે એમ પણ માનવામાં આવે છે કે, કમિશનર દ્વારા નગરજનો પર વધારાનો જે બોજ સૂચવવામાં આવ્યો છે, તે બહુ મોટો ન હોય, શક્ય છે કે, મહાનગરપાલિકાની તિજોરીને સમૃધ્ધ બનાવવા શાસકો આ નાનો વધારો માન્ય પણ રાખી શકે છે.

મેયર વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાની ઉપસ્થિતિમાં કમિશનરે ચેરમેનને સોંપેલા બજેટ ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, રહેણાંક હેતુ માટેના ફીક્સ નળ જોડાણ માટે રૂ. 1,300ની જગ્યાએ રૂ. 1,400 પ્રતિ વર્ષ અને સ્લમ વિસ્તાર માટે રૂ. 650ની જગ્યાએ રૂ. 700 કરવા સૂચન કરવામાં આવેલ છે.

આ ઉપરાંત વાહન ટેક્સમાં વધારો, ટાઉનહોલ ભાડા તથા ડીપોઝીટમાં વધારો, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં રૂ. 25 સુધીનો વધારો, ગ્રીનરી ચાર્જમાં 150 ટકાથી માંડીને 300 ટકા સુધીનો વધારો, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ બમણો કે તેથી વધુ કરવા, ફાયર ચાર્જીસમાં વધારો, દવાખાના ચાર્જ બમણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ કરનારાઓ પાસેથી ચાર્જ વસૂલવા નવી દરખાસ્ત, ફૂડ ટેસ્ટિંગ ચાર્જ નવા ચાર્જ તરીકે શરૂ કરવા, રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજિતસાગર પાર્ક, સંગીત ફુવારો તથા લેઝર શોની સેવા મોંઘી કરવા, તળાવ પર ચાલવું મોંઘુ કરવા તથા સ્ટ્રીટ લાઈટ ચાર્જ ડબલ કરી નાંખવા તેમજ આ બધાં વધારાથી નગરજનો પર હાલના વેરા ચાર્જીસ ઉપરાંત વધારાના રૂ. 12 કરોડ જેટલાં ચાર્જીસ વસૂલવા સૂચવવામાં આવેલ છે.

આ બજેટ કહે છે: વર્ષ 2025-26 દરમિયાન મહાનગરપાલિકાને કુલ આશરે રૂ. 1,430 કરોડની આવકનો અંદાજ છે અને તેની સામે વર્ષ દરમિયાન રૂ. 1,493 કરોડનો ખર્ચનો અંદાજ માંડવામાં આવ્યો છે. તા.01-04-2025ના દિવસે મહાનગરપાલિકા પાસે હાથ પર રૂ. 388.94 કરોડ હશે. વર્ષ પૂરૂં થશે ત્યારે એટલે કે તા.31-03-2026ના દિવસે કોર્પોરેશન પાસે બંધ સિલક તરીકે રૂ. 325.94 કરોડ રહેશે.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે હાલ કોઈ નવા સમાચાર નથી. મલ્ટી પરપઝ ઓડિટોરીયમ આવતા વર્ષમાં બનાવવામાં આવશે. સાયન્સ નોલેજ પાર્ક નિયત સમયમાં બની જશે. બે નવા ફાયર સ્ટેશન બનશે. ફૂટબોલ મેદાન બનશે. પાણી તથા રોડ રસ્તાઓ ના કામો થશે. નવી ગૌશાળા બનાવવામાં આવશે. ત્રીજા સ્મશાન અંગે કોઈ જ સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી. આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

June 24, 2025
કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

June 23, 2025
પ્રેરક સફર: જામનગરના ડો. તૌસિફખાન પઠાણ એચ.જે.દોશી કોલેજના પ્રિન્સિપાલ બન્યા..

પ્રેરક સફર: જામનગરના ડો. તૌસિફખાન પઠાણ એચ.જે.દોશી કોલેજના પ્રિન્સિપાલ બન્યા..

June 23, 2025
જામનગર : ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પુરૂષોનું મતદાન 78.55 ટકા…

જામનગર : ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પુરૂષોનું મતદાન 78.55 ટકા…

June 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

June 24, 2025
કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

June 23, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®