• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર:ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં BJPના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો થયો પ્રારંભ

અભૂતપૂર્વ જનમેદની:પૂનમબેન માડમને જંગી મતોથી જિતાડવા નિશ્ચય

My Samachar by My Samachar
April 24, 2024
in રાજકારણ
Reading Time: 1 min read
A A
જામનગર:ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં BJPના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો થયો પ્રારંભ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in: જામનગર

જામનગર સહિત સમગ્ર હાલારમાં લોકસભા ચૂંટણીઓનો માહોલ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોમાં ભારે સંચાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ મોટી ચૂંટણીઓ હોય કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ ઉમંગ દેખાઈ રહ્યો છે. એવામાં સંગઠનની બાબતમાં હંમેશા બે કદમ આગળ રહેતી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીઓ માટેના પોતાના મધ્યસ્થ કાર્યાલયો ધડાધડ ખોલવાનું શરૂ કરી દીધું છે. આ ચૂંટણી કવાયતના ભાગરૂપે ગત્ રવિવારે સાંજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સરૂ સેક્શન રોડ પર જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તાર માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ દબદબાભેર કરી દીધો છે. આ તકે જબ્બર લોકમેળા જેવો માહોલ જોવા મળતો હતો. બીજેપીના લોકસભા ઉમેદવાર અને બે ટર્મથી સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીયમત વિસ્તાર અંતર્ગત 78  વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ તાજેતરમાં જામનગરમાં યોજાયો હતો. વૈદિક, મંત્રોચાર સાથે  જામનગર ઉત્તર 78 વિધાનસભા  મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. જંગી મેદની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમમાં જામનગર દક્ષીણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉતર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજાએ સાંસદ અને લોકસભા ઉમેદવાર પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરતા જણાવેલ કે, ભારતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાકાર કરવા સમગ્ર હાલાર સહિતના જામનગરના મતદાતાઓએ ભારે સંખ્યામાં મતદાન કરીને વડાપ્રધાનના હાથ મજબૂત કરવા જોઈએ.

12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ હસ્તે 78 વિધાનસભા મધ્યસ્થ કાર્યક્રયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ પૂનમબેન માડમ આ પ્રસંગે સૌને આવકારેલ તથા ઉદબોધન કરતા જાણવેલ કે, વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાર્થક કરવા માટે લોકશાહીના મહાપર્વ એવા 7 મી મે ના રોજ સમગ્ર હાલારવાસીઓએ બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષના શાસનકાળ દરમિયાન હાલારમાં  વિકાસના અનેક કામો થયા છે, અને સર્વે યોજનાઓને જનજન સુધી પહોંચાડવામાં પણ જબરી સફળતા મેળવી છે.ઉપરાંત અનેક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેથી સમગ્ર હાલાર સહિતના જામનગર પંથકને પણ અનેક માળખાકીય યોજનાઓથી જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થનગની રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાના ભાગરૂપે અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

આ ચૂંટણી ભારત દેશને 2047 માં વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે, આપણી ભાવિ પેઢીના ભવિષ્યને ઉજ્વળ બનાવવાની ચૂંટણી છે.  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગરની જનતાએ જામનગરથી જંગી બહુમતી થી એક કમળને દિલ્લી પહોચાડવું, તેવી અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમને સંબોધન કરતા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ જણાવેલ કે, ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને,પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી થયેલ જનમેદની જોતા,  પૂનમબેન માડમની જંગી બહુમતીથી જીત નિશ્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળે છે.

આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ,  મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા,  લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભડેરી, ૭૯ વિધાનસભા પ્રભારી હિરેન પારેખ, 78 વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, 78 વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાશાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયરો અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, અગ્રણી મેરામણભાઇ પરમાર, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના, ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોપોરેટરો, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®