mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાય સમયથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકો દ્વારા જામનગરથી મુંબઈ જવા માટે વધુ એક ટ્રેનની માંગ હતી,જે અંગે યાત્રિકો,વ્યાપારી સંસ્થાઓ,અને પ્રજાપ્રતિનિધિઓ પણ જામનગર સાંસદ પુનમબેન માડમ ને આ બાબતે રજુઆતો કરી ને જામનગર મુંબઈ વચ્ચે એક ટ્રેનનો વધારો થાય તેવી માંગ કરી રહ્યા હતા,જે અંગે પુનમબેન માડમે રેલ્વેમંત્રી પિયુષ ગોયલને કરેલ રજુઆતને અંતે સફળતા મળી છે,અને રેલ્વે વિભાગે મંજુર કરેલી જામનગર બાંદ્રા હમસફર ટ્રેનને આવતીકાલે જામનગર આવી રહેલા વડાપ્રધાન મોદી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.,
અગાઉ કેન્દ્રીય બજેટમા જામનગરથી બાંદ્રાઉદય ટ્રેન હતી જેને ઈમ્પ્રુવ કરી જામનગર થી બાંદ્રા હમસફર ટ્રેન મંજુર કરાવવામાં આવી છે,શરૂ થનારી ટ્રેન સંપૂર્ણ સુવિધાયુક્ત થ્રી ટાયર એસી કોચ ધરાવતીટ્રેન હશે,નવી ટ્રેન ઉપરાંત રાજકોટ કાનાલુસ સુધીના રેલ્વે ટ્રેકને ડબલ ટ્રેક બનાવવાના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે,
આ ટ્રેન શરૂ થતા જામનગર થી મુંબઈ જવા માટે નવી વધુ એક ટ્રેનની સુવિધા મળતા યાત્રિકોને સાનુકુળતા થશે અને યાત્રીઓની સુવિધામાં વધારો થતા જામનગર સાંસદ ની વધુ એક રજૂઆત ને સફળતા મળી છે.