Mysamachar.in-જામનગર:
જામનગર પંથકમાં વધુ એક અકસ્માત નોંધાયો છે. આ અકસ્માત લાલપુર રોડ પર ચેલા નજીક સર્જાયો હોવાનું તથા તેમાં એક વ્યક્તિનું મોત નીપજયું હોવાનું જાણવા મળે છે. અન્ય આઠ લોકોને ઈજાઓ પહોંચી છે. આજે સવારે ચેલા ગામના પાટીયા નજીક ટ્રાવેલ્સની એક બસ તથા બોલેરો વચ્ચે ટક્કર સર્જાઈ અને બસ પલટી મારી ગઈ હતી, આ અકસ્માત જીવલેણ પૂરવાર થયો. અકસ્માતમાં એક પુરૂષનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત અન્ય આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા આ તમામ ઘાયલોને તાકીદની સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પંચકોશી બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર વીરેન રાઠોડ સહિતનો કાફલો સ્થળ પર દોડી જઈને વધુ તપાસ તજવીજ કરી રહ્યા છે.
