• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 10, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

જામનગર, કાલાવડ, ધ્રોલ અને જોડિયામાં કુલ 52 પંચાયતો 'સમરસ' જાહેર...

My Samachar by My Samachar
June 10, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

સમગ્ર રાજ્યની સાથેસાથે જામનગર જિલ્લામાં પણ આગામી 22મી એ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. વિવિધ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થઈ છે પરંતુ મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ‘લડી લેવા’ હજારો ઉમેદવારોએ સરપંચપદ માટે અને સભ્યપદ માટે ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પોતાના નામાંકનપત્રો દાખલ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીઓનો ગરમાવો શરૂ થયો છે.

આ ચૂંટણીઓ માટે ગઈકાલે સોમવારે નવમી જૂને ઉમેદવારી નોંધાવવાનો આખરી દિવસ હતો આથી જામનગર ટીડીઓ કચેરી સહિત બધી જ R.O. કચેરીઓ ખાતે, સવારથી સાંજ સુધીમાં હજારો લોકો પોતાના ઉમેદવાર સાથે આ વિવિધ કચેરીઓએ ઉમટી પડ્યા હતાં. જિલ્લાના ચૂંટણીતંત્રએ ગઈકાલે સોમવારે રાત્રે જાહેર કર્યું કે, જિલ્લામાં સરપંચપદ માટે કુલ 737 અને સભ્યપદ માટે કુલ 3,286 નામાંકનપત્રો દાખલ થયા છે.અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓમાં સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જિલ્લામાં 60 પંચાયતોમાં પેટાચૂંટણીઓ અને 266 પંચાયતોમાં પેટાચૂંટણીઓ સિવાયની અન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે.

-જિલ્લાના ક્યા તાલુકામાં કેટલાં ઉમેદવારોએ નામાંકન ભર્યા ?

જામનગર તાલુકાની કુલ 80 પંચાયતોમાં આ ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં સરપંચપદ માટે કુલ 199 ફોર્મ દાખલ થયા અને સભ્યપદ માટે કુલ 953 ફોર્મ, કાલાવડ તાલુકાની કુલ 84 પંચાયતોની ચૂંટણીઓમાં સરપંચપદ માટે કુલ 183 ફોર્મ અને સભ્યપદ માટે કુલ 732 ફોર્મ રજૂ થયા. લાલપુર તાલુકાની કુલ 58 પંચાયતોની ચૂંટણીઓ માટે સરપંચપદના કુલ 159 અને સભ્યપદ માટેના કુલ 678 ફોર્મ રજૂ થયા છે.

જામજોધપુર તાલુકાની કુલ 45 પંચાયતોની ચૂંટણીઓ માટે સરપંચપદના કુલ 104 અને સભ્યપદ માટેના કુલ 448 ફોર્મ દાખલ થયા. ધ્રોલ તાલુકાની કુલ 29 પંચાયતોમાં સરપંચપદ માટે કુલ 54 ફોર્મ અને સભ્યપદ માટે કુલ 245 ફોર્મ અને જોડિયા તાલુકાની કુલ 30 ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે કુલ 57 અને સભ્યપદ માટે કુલ 273 ફોર્મ સોમવારે અંતિમ દિવસ સુધીમાં દાખલ થયા. આજે દસમી જૂને ફોર્મ ચકાસણીઓ થશે અને આવતીકાલે અગિયારમી જૂને ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. એટલે કે આવતીકાલે બુધવારે સાંજે ચૂંટણીઓનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગઈકાલે સોમવારે રાત્રે મળેલી જાણકારીઓ મુજબ, કાલાવડ તાલુકામાં 22, જામનગર તાલુકામાં 12, ધ્રોલ તાલુકામાં 10 અને જોડિયા તાલુકામાં 8 ગ્રામ પંચાયત’સમરસ’ થઈ હોવાના અહેવાલ છે.(symbolic image soure google)

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રુપે એસટી બસની સેવા શરૂ

પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન

June 10, 2025
લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

લાંચના 2 અલગ અલગ મામલામાં કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા..

June 10, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®