Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં બે અલગ અલગ સ્થળોએ વીજશોક લાગતા બે યુવકોના જીવ ગયાનું પોલીસમાં જાહેર થયું છે.જેમાં પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો ખોજાબેરાજા ગામ નજીક સસોઈ ડેમના પાણીના કાઢીયા પાસેથી મરણ જનાર દલસિંહ રતનભાઇ મોરી ઉ.વ.34 ચાલીને જતા હોય અને તેઓ આગળ ચાલતા હોય ત્યારે ત્યાંથી પી.જી.વી.સી.એલ.ની ઇલેક્ટ્રીક લાઇન પસાર થતી હોય જે મરણ જનાર દલસિંહને દેખાયેલ નહી અને તેમા મરણ જનારનુ માથુ અડકી જતા તેને ઝાટકો લાગતા તે ત્યાં જ ઢળી પડ્યા બાદ 108 એમ્બ્યુલન્સ બોલાવતા તે મોતને ભેટ્યો હોવાનું પંચ બી પોલીસ મથકે જાહેર થયું છે
જ્યારે વીજશોક લાગતા મોતના બીજા બનાવમાં તારાણા ગામથી માધાપર જવાના રસ્તે મરણ જનાર પાનસિંહ ઉર્ફે દિનેશ ઉવ.31 વાળો સાંજના છએક વાગ્યે તારાણા ગામમાં ગયેલ હોય અને ત્યારબાદ પરત વાડીએ આવેલ ન હોય અને રાત્રીના કોઇ સમયે તેને કોઇપણ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મરણ ગયા નું જોડિયા પોલીસ મથકે જાહેર થયું છે.