Mysamachar.in-જામનગર:
એક એવી કહેવત છે કે જ્યાં ખાધું હોય ત્યાં ખોદાય નહી..પણ આવી કહેવતોથી વિરુદ્ધ કેટલાક શખ્સો હોય છે જે થાળીમાં ખાઈ છે ત્યાં જ થુંકે છે, આવું જ જામનગર સહીત રાજ્યભરમાં ખુબ વિખ્યાત એવા ઉમિયા મોબાઈલ સ્ટોરના માલિક સાથે થયું છે, જામનગર ઉમિયા મોબાઈલ સ્ટોરના માલિક સાથે તેના જ બે કર્મચારીઓએ લાખોની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાનો મામલો બી ડીવીઝન પોલીસ મથકે પહોચ્યો છે.
આ અંગે સીટી બી ડીવીઝન પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ રાજકોટ ખાતે વસવાટ કરતા અને જામનગર લીમડાલાઈનમાં ઉમિયા મોબાઈલ સ્ટોર ધરાવતા વિજેશ પ્રેમજીભાઈ જાદવાણીએ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં IPC કલમો 408, 420, 114 મુજબ તેમના જ સ્ટોરમાં વિશ્વાસે રાખેલ પણ વિશ્વાસઘાત કરનાર કર્મચારીઓ આનંદ પ્રતાપભાઈ સંપટ રહે.શ્રીજી નગર, શેરી નં 1, એરપોર્ટ પાસે, ‘શ્રી નીકેતન’, રાજકોટ અને ચેતન ગોવીદભાઈ પાથર રહે.ગોકુલનગર, રડાર રોડ, નવાનગર સોસાયટી, મોમાઈ પાન વાળી શેરી નં 4, જામનગર સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ઉમિયા મોબાઈલની દુકાનમાં નોકરી કરતા હોય તેમાં કર્મચારી ચેતન પાથરે દુકાનના મોબાઈલ તેમજ એસેસરીઝ વેચાણના રુ 4,95,906 કંપનીના બેક ખાતામા જમા નહી કરાવી પોતાના અંગત વપરાશમાં લઈ લીધેલ હોય અને ચેતન પાથર તથા આનંદ સંપટ બન્નેએ મળી દુકાનમાં રહેલ કુલ 25 મોબાઈલ કી રુ.17,34,010 ના બારોબાર વેચાણ કરી તેના પૈસા તે બન્નેએ પોતાના અંગત વપરાશમાં લઈ ફરીયાદી દુકાનના માલિક વિજેશભાઈ સાથે વિશ્વાસઘાત છેતરપીડી કરી એકબીજાને મદદગારી કર્યા સબબની ફરિયાદ પરથી બી ડીવીઝન પીએસઆઈ ડી.એસ.વાઢેરે વધુ તપાસ શરુ કરી છે.