Mysamachar.in-જામનગર:
ગરીબોને ફાળવવામાં આવતો રેશનીંગના જથ્થાનું કાળા બજાર ન થાય તે માટે સરકારે ઘણા મહત્વના પગલાં ભર્યા છે. તેવામાં જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ માં વેચાણમાં આવેલા શંકાસ્પદ ઘઉંના જથ્થાને મામલતદારની ટીમે દરોડા પાડીને ઘઉંના જથ્થાને સીલ કરવામાં આવતા કાળાબજારીયાઓમાં હાલ તો ભાગદોડ મચી ગઇ છે,
મળતી વિગત મુજબ જામજોધપુરના નવયુક્ત મામલતદાર કાછડ દ્વારા શંકાસ્પદ રેશનીંગના ઘઉં માર્કેટિંગ યાર્ડમાં વેચાણમાં આવેલા હોવાની બાતમીને આધારે દરોડા પાડયા હતા. જેમાં ૨૫ જેવી ઘઉની ગુણીઓ અંગે આજ સવારથી જ તપાસ ચલાવી રહયા હતા પરંતુ આ ઘઉંના જથ્થાનો માલિક કોણ છે હજુ સુધી સામે ન આવતા આ જથ્થો સીલ કરીને પુરવઠા નિગમને સુપ્રત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.