Mysamachar.in-સુરેન્દ્ર્નગર:
રાજકોટ અમદાવાદ હાઈવે પર વધુ એક ગોજારી અકસ્માતની ઘટના ગત મોડીરાત્રીના સામે આવે છે, આ ગમખ્વાર અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા નજીક બન્યો, જેમાં ટ્રક અને જામનગર પાસિંગની XUV કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલા સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજતા હાઈવે રક્તરંજીત બની ગયો હતો, તમામ મૃતકોને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે, જ્યાં તેના પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે.આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસ કરી રહી છે, જે બાદ વધુ માહિતી સામે આવશે.