Mysamachar.in-
છોટીકાશી જામનગરમાં ૫.પૂ.જલારામબાપાની ૨૨૫ મી જન્મ જયંતિ ઉજવવા રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય આયોજન ઘડાઈ ચુક્યું છે, આગામી વિક્રમ સવંત 2081 કારતક સુદ-7 ને શુક્રવાર, તા.08-11-2024 ના રોજ પૂ.જલારામ બાપાની ૨૨૫ મી જન્મજયંતિનો ઉત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની 26 મી નાત (સમૂહ ભોજન)ના પ્રસંગને ધામધુમથી ઉજવવા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ લોહાણા સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
છોટી કાશી જામનગર વિક્રમ સવંત 2056 (સને 1999) (પૂ.જલારામબાપાની 200 મી જન્મ જયંતિ) થી શરૂ કરાયેલ સમૂહ જ્ઞાતિભોજનનો આ અવિરત સેવાયજ્ઞ 25 વર્ષ પૂર્ણ કરી 26 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ હોય ત્યારે આ વર્ષે પણ જલારામ જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.
જલારામ જયંતિની ઉજવણી અંતર્ગત તા.7-11-2024 ને ગુરૂવારના રોજ સાંજે 6:00 કલાકે ” જલારામનગર”, એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગર ખાતે રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલન યોજવામાં આવેલ છે. શ્રી જલારામ જયંતિના દિવસે એટલે તા.08/11/2024 ને શુક્રવારના રોજ સવારે 7:30 કલાકે જામનગર પાંજરાપોળ (લીમડાલાઈન) ની ગૌશાળામાં ગાય માતાને ધાસ, લાડું આરોગવાનો કાર્યક્રમ તેમજ આજ દિવસે જ્ઞાતિભોજન પૂર્વે સમસ્ત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતીનો ભોજન સમારોહ (માસ્તાન) સવારે 10:00 થી 11:00 કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે. ત્યારબાદ શહેરમાં પ્રસાદ વિતરણ માટે “જલારામ રથ” નું પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યારબાદ સમસ્ત લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) બપોરના 11:00 થી 2:30 વાગ્યા દરમ્યાન રાખવામાં આવેલ છે.
વિશેષમાં થેલેસેમિયા બાબતે જાગૃતિ લાવવા માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન ડો.દિપકભાઈ ભગદેના માર્ગદર્શન હેઠળ રઘુવંશી ડોકટરોની ટીમ દ્વારા ભોજન સમારંભના સ્થળ પર જ્ઞાતિ ભોજનના સમય દરમ્યાન પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં ;આવેલ છે.જલારામ જયંતિના દિવસે જલારામ મંદિર હાપા અને જલારામ મંદિર સાધના કોલોની ખાતે સાંજે 7:00 કલાકે મહાઆરતી તથા પ્રસાદ રાખવામાં આવેલ છે.
શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના કર્મઠ સદસ્યોએ અવિરત 25 વર્ષ સુધી જ્ઞાતિ સમૂહ ભોજનના આ સેવાયજ્ઞનું આયોજન કરેલ જેમાં જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનિષભાઈ તન્નાએ આ વર્ષે સ્વૈચ્છીક નિવૃતી જાહેર કરેલ અને સમાજને નવયુવાનોની ટીમ સુપ્રત કરેલ છે જેથી આ ટીમ હવે સ્થાપક સદસ્યો તરીકે ફરજ બજાવશે.
ઉપરોકત તમામ કાર્યક્રમોની સફળતા પૂર્વક ઉજવણી માટે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નવયુવાન સદસ્યો સર્વે સૌરભ ડી. બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયાના નેજા હેઠળ બહોળી સંખ્યામાં યુવાન કાર્યકર ભાઈઓ – બહેનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.