Mysamachar.in-
દિનપ્રતિદિન ગુજરાતમાં અલગ અલગ સરકારી વિભાગોમાં લાંચિયાઓ ઝડપાઈ જવાના કિસ્સાઓ એસીબીના માધ્યમથી વધી રહ્યા છે, આ અંગે એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસમાં ફરીયાદીના મિત્ર ભાવનગર જિલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલ હોય અને સંજય નટુભાઇ રાઠોડ, જેલ સીપાઇ(વર્ગ-3), ભાવનગર જિલ્લા જેલવાળાએ ફરીયાદીના મિત્રને જેલમાં ટોર્ચર(હેરાનગતી) નહીં કરવાના બદલામાં રૂા. 5000 ની લાંચની માંગણી કરતા મજકુર પાકા કેદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી પાકા કેદીએ આ બાબતે એ.સી.બી.ની મદદ મેળવી કાર્યવાહી કરવા જણાવતા આરોપી જેલ સિપાઈએ ફરીયાદી પાસે તેના મિત્રને જેલમાં ટોર્ચર (હેરાનગતી) નહીં કરવાના બદલામાં 5000ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઇ જતા ધોરણસરની કાર્યવાહી કરી છે.