Mysamachar.in-જામનગર:
જામનગરના કૃષ્ણનગર વિસ્તાર નજીક એક ટાઈમ બોમ્બ હોવાની માહિતી એક સ્થાનિક નાગરીક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવતા તાત્કાલિક બોમ્બ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.સ્થળ પર તપાસ કરવામાં આવતા મળી આવેલો બોમ્બ જે ટાઈમ બોમ્બ હોય છે તે પ્રકારનો ના હોવાની SP શરદ સિંઘલે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતું કે મળી આવેલ બોમ્બ માત્ર સુતળી બોમ્બ છે અને આસપાસના લોકોમાં ભય ફેલાવવા માટે કોઈ ટીખ્ખ્ળખોરે બોમ્બના પેકેટ પર ઘડીયાળ મૂકી હોવાનું તેવોએ સ્પષ્ટ કર્યું હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.