Mysamachar.in-સુરત:
સુરત પોલીસને હાથ એક એવી ગેંગ લાગી છે,જે જુદા જુદા રાજ્યોમા આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી લૂંટની ઘટનાઓને અંજામ આપતિ હતી,સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમને મોટી સફળતા મળી છે,પોલીસને માહિતી મળી હતી કે વરાછા વિસ્તારમાં એક આંગડિયા પેઢીના માણસો હીરા અને રોકડા રૂપિયા લઈ ભાવનગરથી સુરત બસમાં આવતા હતા,ત્યારે સુરત વરાછા વિસ્તારમાં બસમાંથી ઉતરે ત્યારે આંગડિયા કર્મચારીને લૂંટી બોલેરો ગાડી લઇને જવાના છે.મળેલ આ માહિતીના આધારે પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી પોલીસે 6 ઈસમોની દબોચી લીધા છે,
6 આરોપીઓમાંથી બે આરોપીઓ ગુજરાતના અને બીજા રાજ્યોમાં પણ મોટી મોટી હીરા લૂંટને અંજામ આપી ચૂક્યાનું પોલીસની તપાસમાં સામે આવી ચૂક્યું છે,જ્યારે અન્ય એક ઝડપાયેલ આરોપી દીપારામ નામનો આરોપી તો મુંબઈ, તામિલનાડુ અને ઉત્તર ગુજરાતમાં સહિતના રાજ્યોમાં પણ હીરા લૂંટવાની ઘટનાને અંજામ આપી ચુક્યો છે,પોલીસે ઝડપાયેલા 6 ઈસમો પાસેથી લુંટ સમયે આંખમાં નાખવા માટે મરચું, 6 છરા, 20 મોબાઈલ ફોન અને એક બેગ મળી આવતા પોલીસે તમામ સામગ્રી કબ્જે કરી હતી. પોલીસે તમામ 6 ઈમસોની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરતા વધુ કેટલાક ગુન્હાઓનો ભેદ પણ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે.