Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે, અને આ કંપનીઓની કામગીરી ક્યારેક ક્યારેક વિવાદમાં રહેતી હોય છે, ત્યારે આજે બપોરના સુમારે જામનગરના ઇન્દિરામાર્ગ પર જાણે ડીવાઈડર અને થાંભલામાં પણ કચરો હશે તે એકત્ર કરવા જતા કચરો એકત્ર કરતી આ ગાડીએ ડીવાઈડર ને આલિંગન કરી લીધાની તસ્વીર સામે આવી રહી છે.જો કે ચાલકે કાબુ ગુમાવી દેતા કચરાગાડી ડિવાઈડર સાથે અથડાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.