Mysamachar.in-અમદાવાદ:
એક તરફ રાજ્યમાં કોરોનાના કાળા કહેર વચ્ચે ગરમીનો પારો ઊંચકાયો છે, એમાં પણ છેલ્લા એક સપ્તાહથી ગરમીનો સતત ઉંચો જઈ રહ્યો છે, બપોરના સમયે તો વગર લોકડાઉને અગન ગોળા વર્ષાવતી ગરમીથી લોકો ઘરની બહાર નિકળવાનું નામ લઈ શકે તેમ નથી. તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી મુજબ આવતીકાલ એટલે કે તારીખ 10 અને 11 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાનવિભાગની આગાહી મુજબ 10 મેના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તેમજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડશે. જ્યારે બીજા દિવસે 11 મેના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.