Mysamachar.in-જામનગર
દરરોજ ઉગતો અને આથમતો ગ્રહ સુર્ય એક વિશાળવતારો છે એ પ્રાથમિક કક્ષાએ અભ્યાસમા આવે જ છે પરંતુ સુર્ય શક્તિ ઉર્જા તેજ બળ તાજગી વગેરે આપે છે તે સ્વીકારવાનો સમય પાકી ગયો છે શાસ્રોમા સુર્યનુ મહત્વ એટલે દર્શાવ્યુ છે કે લોકો તે રોજ બરોજ ક્રમમા વણી લે બાકી વિજ્ઞાનને જોતા સુર્ય તો એનર્જી નો ખજાનો છે, સૂર્ય વગર જીવસૃષ્ટિ શકય નથી એવું કહેવું જરા પણ ખોટું નથી. કારણ કે દરેક પશુ-પક્ષી-પ્રાણી વનસ્પતિ સૂર્યપ્રકાશ વગર ટકી શકતી નથી. આથી જ ભગવાને જે માનવજીવને બુધ્ધિ, ચતુરાઈ આપી છે તે માનવે સૂર્યનો ઉપકાર કયારેય ભૂલવો જોઈએ નહિ. ત્યારે દરેક વ્યકિતએ સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ જે સૂર્યનું ઋણ ચૂકવવા બરાબર જ છે. સૂર્યને અર્ધ્ય આપવાનાં આધ્યાત્મિક સાથે સાથે શારીરીક પણ ઘણા ફાયદા છે.
સૂર્ય પ્રકાશ વગર અને સૂર્યની શકિત વગર જીવન અશકય છે. સૂર્યથી જ માનવ જીવન શકય છે. જયોતિષમાં પણ સૂર્યગ્રહને સૌથી મહત્વનો ગણવામાં આવ્યો છે. સૌ પ્રથમ પૂરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં રામ ભગવાન રાવણ સાથે યુધ્ધ કરતા થાકે છે. ત્યારે સૂર્યના આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરે છે. અને ત્યારબાદ પાછુ યુધ્ધ કરી અને રાવણને મારે છે. આમ સૂર્યની શકિતનો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે. જે સુર્યમાંથી શક્તિ મેળવવા માટેનુ ધાર્મિક રીતે મહત્વ જણાવે છે સાથે જ તે વિજ્ઞાન પણ છે ખાસ કરીને સૂર્યની શકિત વગર આપણુ મનુષ્ય જીવન શકય જ નથી મનુષ્ય વિકાસ વનસ્પતિ વિકાસ ખેત ઉત્પાદન જમીન શુદ્ધીકરણ રોગજંતુનાશ સ્વચ્છતા ગરમી ઉર્જા પ્રકાશ અને ઘણુ બધુ સુર્ય થી જ છે.
– સુર્યને અર્ઘ્યથી એ તેજ લેવાનો પ્રયોગ
દરરોજ સવારે સૂર્ય ઉદય થયા પછી ત્રાંબાના લોટામાં કંકુ પાણી પધરાવવા ત્યારબાદ ઘરની છત ઉપર અકે તુલસીનું કુડું રાખવું અને ત્યાર પછી સવારના સૂર્યોદય બાદ તુલસીના કુંડામાં પાણી પડે તે રીતે સૂર્યને અર્ધ્ય આપવું જોઇએ તેમ પરંપરા કહે છે વિજ્ઞાન કહે છે કે જળધારાની આરપારથી જે સુર્યનુ તેજ લેવાય તે શરીર પર પોઝીટીવ ઉર્જાને પ્રસરાવે છે.
– સૂર્યને અર્ધ્ય આપવાના ફાયદા
– આંખોનું તેજ વધે.
– હાડકા મજબુત થાય.
– આરોગ્ય સારૂ રહે.
– આત્મબળ મજબુત થાય.
– વ્યક્તિ એનર્જી મળતા બળવાન બને.
– મનના ઉદવેગનો નાશ થાય