Mysamachar.ગાંધીનગર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવના કેસોમાં ભારે વધારો થયો છે. આ સંજોગોમાં લોકો કોરોનાથી બચવા તમામ જરૂરી પગલાઓ લઈ રહ્યા છે અને લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે. આ સંજોગોમાં ઉનાળાની શરૂઆત થઈ જતા ગરમીના કારણે લોકો એસી ચાલુ કરવા ઇચ્છે છે પણ એના કારણે કોરોના થવાના ચાન્સ વધે કે કેમ એ વિશે સ્પષ્ટ માહિતી ન હોવાથી અવઢવમાં છે. આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં એવી સલાહ આપી છે કે એસીમાં વાયરલ લોડ વધવાની શક્યતા છે એટલે બને ત્યાં સુધી એસીનો ઉપયોગ ન કરવો. જોકે તેમણે ઉમેર્યું છે કે જો એસીનો ઉપયોગ કરવો જ હોય તો બારી પણ ખુલ્લી રાખવી જોઈએ.