Mysamachar.in-જામનગર:
ગત તારીખ ૧ ડિસેમ્બરના રોજ જોડીયા તાલુકાના તારાણા ગામે આહિરોના બે જુથ વચ્ચે અથડામણ થતાં ઘવાયેલા પૂર્વ સરપંચ સહિત ચાર વ્યક્તિઓને જામનગર જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જેમાં વાસુરભાઈ નામના વ્યક્તિની હાલત ગંભીર જણાઈ આવતા તેવોને તાકીદે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,જયારે આ બનાવને લઈને ઘટના સ્થળે જામનગરથી પોલીસ દોડાવીને વધુ વાતાવરણ તંગ થાય તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જે તે સમયે ગોઠવી દેવામાં આવ્યો હતો,
થોડા દિવસો પૂર્વે જોડીયા તાલુકાનાં તારાણા ગામે વાડીમાં વીજપોલ નાખવાના પ્રશ્ને આહિરોના બે જુથો વચ્ચે તલવાર,પાઇપ,લાકડી,ધારીયા વગેરે હથિયારો સાથે લોહિયાળ ધીંગાણું થયું હતું, જેમાં પુર્વ સરપંચ સાધાભાઇ તેના ભાઇ વાસુરભાઇ, હમીરભાઈ, અરજણભાઈ વગેરેને ઇજા થતા જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.જેમાં માથામાં ગંભીર ઇજા થવાથી વાસુરભાઈની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યાનું જોડિયા પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું,
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.