Mysamachar.in-જામનગર:
જામનગરના રણજીતસાગર રોડ નજીકના વિસ્તારમાં નામાંકિત મોદીસ્કુલ દ્વારા શિક્ષણવિભાગની પૂર્વ મંજુરી વિના શૈક્ષણિકકાર્ય ચાલી રહ્યાનો મામલો ખુબ ગાજતા નાછુટકે પણ મોદીસ્કુલ હેઠળ કોઈ સકારણ દબાયેલા જામનગરના શિક્ષણવિભાગને નાછૂટકે શાળા બંધ કરાવવાની મૌખિક અને લેખિત સૂચનાઓ કરવી પડી હતી, આ સમગ્ર મામલે એક આરટીઆઈ એક્ટીવીટીસ્ટ દ્વારા શિક્ષણાધિકારી જામનગરને સંબોધીને આ શાળામાં ગેરકાયદેસર શિક્ષણ ચાલી રહ્યાનું ધ્યાન દોરતા હવે શિક્ષણવિભાગ તેની પુરાવાઓ એકત્ર કરીને શિક્ષણવિભાગને આપે તેવી માંગ કરી રહ્યા છે.
એક્ટીવીસ્ટની રૂબરૂ સુનાવણીમાં પણ શિક્ષણાધિકારી ડોડીયા જાણે એકતરફી શાળાનો પક્ષ ખેંચવા બંધાયેલા હોય તેમ તમે પુરાવાઓ આપોનું રટણ જ કરી રહ્યા હતા, ખરેખર કોઈ અરજદાર કોઈપણ સરકારી વિભાગમાં કોઈ પણ ગેરરીતીની ફરિયાદ કરે તો તે ફરિયાદમાં ખરેખર તથ્ય છે કે કેમ, અને તે ફરિયાદ અન્વયેનાં જરૂરી પુરાવાઓ એકત્ર કરી તેની સામે કાર્યવાહી કરવાની જવાબદારી જે-તે સરકારી વિભાગની હોય છે,
પણ અહી તો જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને તેનો ફૂટલો સ્ટાફ મોદીની રીતસરની તરફેણમાં હોય અને મામલો દબાઈ જાય તે માટે અરજદારને પુરાવાઓ આપવા દબાણ કરી રહ્યા છે, તો પછી શાળા જયારે મંજુરી વિના ચાલી રહી હતી તે સમયે રોજકામ કરવા ગયેલા શિક્ષણાધિકારીના મદદ નિરીક્ષકનો અહેવાલ, તેના દ્વારા કરવામાં ચાલી રહેલ શાળાની કરવામાં આવેલ ફોટોગ્રાફી, મોદી સ્કુલને લઈને મીડિયાના અહેવાલો, ખુદ જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયાનું શાળા મંજુરી વગરનું હોવાનું કબુલ કરવું, શાળાના પ્રિન્સીપાલનું મીડિયા સામે મંજુરી અંગેનું નિવેદન આ તમામ બાબતોને પુરાવાઓ કહેવાય કે શું? તે જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયાને કોણ સમજાવે,
ખરેખર નીતિ ખોરા ટોપરા જેવી ના હોય અને કામગીરી કરવી જ હોય શાળા સામે પગલા લેવા જ હોય તો આટલા પુરાવાઓ તો ઘણા છે, પણ અત્યારસુધી શાળા શિક્ષણાધિકારી ની મીઠી નજર હેઠળ ચાલતી હતી એટલે હવે પગલા લે તો થૂંકેલું ચાટવા જેવું થાય અને ઉપરથી દબાણ આ તમામ બાબતને લઈને જામનગર જીલ્લા શિક્ષણાધિકારી સમગ્ર મામલાને રફેદફે કરવા માંગી રહ્યા નું પણ ફલિત થાય છે.






