Mysamachar.in-જામનગર:
જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની જહેમતથી ઇન્ટરસીટી ટ્રેનને જામવણથલી સ્ટોપ મળ્યો છે, આવતીકાલે તા.૨૭/૦૧/૨૦૧૯ ને રવિવારે સાંસદ પૂનમબેન માડમ આ ટ્રેનના સ્ટોપને રાત્રે આવકારશે,જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રેલ્વે સહિતની જરૂરી સુવિધાઓ નાગરીકોને મળી રહે તે માટે સાંસદ પૂનમબેન માડમ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને નવી ટ્રેનો મંજૂર કરાવવી, ટ્રેનના સ્ટોપ વધારવા, રેલ્વે સ્ટેશને સુવિધા વધારવી, ડબલટ્રેક મંજૂર કરાવવા તે સહિતના અનેક કામો લોક સુવિધા માટે મંજૂર કરાવ્યા છે.એકંદરે પૂનમબેન માડમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના લોકો સુધી રેલ્વે કનેક્ટીવીટી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે,
સાંસદ પૂનમબેન માડમના આયોજન અને જહેમતથી બંને જિલ્લાના અનેક નાના સ્ટેશનોને લાંબા અંતરની મહત્વની ટ્રેનના સ્ટોપ મળતા રહ્યા છે અને એકંદરે ટ્રેન સુવિધાઓ વધતી રહી છે જે અંગે વખતો વખત ગ્રામજનો સહિત રેલ્વે યાત્રીકો સુવિધા મળતી રહી છે,
તેવામાં જામનગર તાલુકાનાં જામવણથલીથી રેલ્વે સ્ટેશનને લગત આજુબાજુના ૨૦ જેટલા ગામોના લોકો સુરત સાથે કામ ધંધાર્થે સંકળાયેલા છે, તેઓને જામવણથલી ખાતે ઇન્ટરસીટી ટ્રેનને સ્ટોપેજ અપાવવા તથા રાજકોટ-સુરત-મુંબઈ જવા માટે ટ્રેનની સુવિધા માટે ગ્રામ્ય આગેવાનો, પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત થતા સાંસદ પૂનમબેનએ રેલ્વે મંત્રીને લેખિત તથા રૂબરૂમાં મળી જામવણથલી ખાતે જામનગર-સુરત-જામનગર ઇન્ટરસીટી ટ્રેનને સ્ટોપ આપવા ભારપૂર્વક રજૂઆત કરી હતી,જે રજૂઆત રેલ્વે મંત્રીએ માન્ય રાખીને રેલ્વે વિભાગને જરૂરી સૂચના આપતા જામવણથલીનો સ્ટોપ મંજૂરી મળી ચૂકી છે,
આ ટ્રેનને સાંસદ પૂનમબેન માડમ જામવણથલી ખાતે તા.૨૭/૦૧/૨૦૧૯ ના રવિવારે રાત્રે સ્ટોપને આવકારશે તે અંગેના આયોજન રાત્રે ૧૦ વાગ્યાથી થયું છે તેમ સાંસદ કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.