Mysamachar.in-સુરત
દારૂ ભરેલી એક ગાડીનો સુરત જિલ્લાના માંગરોળ નજીક અકસમાત થયો જોકે અકસ્માત બાદ ગાડીનો ડ્રાઈવર ફરાર થયો હતા. અને બાજુમાં બેસેલ યુવાન ગાડીમાં ફસાઈ ગયો હતો. જોકે અહીં લોકો તો આવ્યા પણ યુવાનની મદદ કરીને બહાર કાઢવાની જગ્યાએ ગાડીમાં રહેલા દારૂની લૂંટ કરી જતા જોવા મળ્યા હતા. વાત કઈક એવી છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે નેશનલ હાઇવે નંબર 48 ઉપર પુરપાટ ઝડપે દોડી રહેલી સ્કોર્પિયો કારના ચાલક ગભરાઈને ગફલતભરી રીતે ગાડી ચલાવતો હતો. જેથી પુરપાટ ઝડપે ટ્રકની પછાળ પોતાની કારને ધડાકા ભેર અકસ્માત સર્જ્યો હતો.
અકસમાત થતા ડ્રાઇવર ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. અને ડાઇવરની બાજુમાં બેસલો યુવક ઇજા થતા ત્યાંજ ઢળી પડ્યો હતો. જોકે આ ગાડીની અંદરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો છે. આ અકસમાત થતા લોકો અહીં દોડી આવ્યા હતા. અને તેમને ખબર પડીકે ગાડીની અંદર દારૂનો મોટો જથ્થો છે. જેને લઈને લોકો ગાડીમાં ફસાયેલા યુવાન ઈજાગ્રસ્ત છે તે જીવે છે કે કેમ તે જોવાની તસ્તી પણ લીધી ન હતી. લોકો આવીને ગાડીમાંથી દારૂ લઇને ભાગતા જોવા મળ્યા હતા. જોકે અહીં લોકોની માનવતા મારી પરવારી હતી તેવું લાગી રહ્યું હતું. માણસના જીવન કરતા દારૂની કિંમત વધુ હોય તેમ આ માણસ જીવિત છે કે કેમ તે જોયા વગર લોકોએ દારૂની લૂંટ કરી હતી. જોકે આ અકસ્માત આ યુવાનનું મોત થયાનું સામે આવ્યુ હતું.