Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને બખા છે કારણ કે જેની સામે ઇન્ક્વાયરીઓ ચાલે છે તે કાચબા ગતિએ ચાલે છે, આ અંગે ઓડીટને યોગ્ય માહિતી પ્રદાન ના કરી અને ઇન્ક્વાયરી શાખા રમત રમતી હોય તેમ લાગે છે, ઓડીટ અહેવાલ સબંધે શાખા પાસે અગાઉના વર્ષમાં તથા અગાઉની ઇન્કવાયરી વર્ષ દરમ્યાન કોની કોની સામે નાણાકીય ગેરરીતી-મ્યુ. આર્થિક નુકશાન-ઉચાપત-શિસ્તભંગના વિગેરે પગલા સબંધે ઇન્કવાયરી હાથ ધરવામાં આવૅલ અને ઇન્કવાયરી વર્ષ અંતે કયા સ્ટેજે હતી ? જે અન્વયે અત્રે નીચે મુજબની વિગતે માહિતી રજુ કરવામાં આવેલ.
સને 2018-19ના વર્ષ અંતે કુલ બાકી રહેલ ઇન્કવાયરીની સંખ્યા-15
સને 2019-20ના વર્ષમાં આવેલ નવી ઇન્કવાયરીની સંખ્યા-6
કુલ ઇન્કવાયરીની સંખ્યા-21
વર્ષ 2019-20ના વર્ષમાં પૂર્ણ થયેલ ઇન્કવાયરીની સંખ્યા-16
વર્ષ 2019-20ના વર્ષાન્તે બાકી રહેલા ઇન્કવાયરીની સંખ્યા સંખ્યા-05
આમ પત્રકની વિગત મુજબ શાખા દ્વારા અગાઉના વર્ષ દરમ્યાન કોની કોની સામે કયા કયા કારણોસર ઇન્કવાયરી હાથ ધરવામાં આવેલ તેની કોઇ વિગતવાર માહિત ન આપતા ફકત આંકડાકીય માહિતી રજુ કરાયેલ હોય, તદઉપરાંત ઇન્કવાયરી અંતે કોઇ સજા-છુટા કે સસ્પેન્શન ના ઓર્ડર થયેલ છે. આ અંગે પણ કોઇપણ વિગત રજુ ઓડીટ વિભાગને કરેલ જ નથી.






