Mysamachar.in-જામનગર:
આજના સમયમાં જો પોતાના નાણાનું ક્યાય રોકાણ કરવું હોય તો હંમેશા સલામત પેઢી જેની નામના હોય એક અલગ ઓળખ હોય તેવી પેઢીઓમાં જ જરૂરી જાણકારીઓ મેળવ્યા બાદ રોકાણ કરવું જોઈએ જો કોઈની વાતોમાં આવી ને કે લાલચમાં આવી ને જોયા વગર રોકાણ કરવામાં આવે તો બાદમાં પરેશાની ભોગવવાનો વારો આવી શકે છે,જામનગર જીલ્લાના 200 જેટલા લોકો સાથે પણ આવું જ થયું છે અને બે નિવૃત શિક્ષકો સહિતનાઓએ કેટલાય રોકાણકારોને પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે છેતરપીંડી કરી પલાયન થઇ જતા રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જામનગર જીલ્લાના જામજોધપુરમાં વસવાટ કરતા હિમાંશુભાઇ ચંદુલાલ મહેતાએ જામજોધપુર પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતરપીંડી અને અન્ય વિવિધ કલમો હેઠળ ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા રહે. ’’ભવદિપ ’’સોઢા સ્કુલ પાસે, લીમડા લાઇન, જામનગર, નિઝાર સદરૂદીન આડતીયા (નિવૃત શિક્ષક) રહે. જામનગર મહિલા કોલેજ પાછળ, ઇન્દ્રદિપ સોસાયટી, દોલત દેવાંનદાસ આહુજા (નિવૃત શિક્ષક) રહે. જામનગર વાલકેશ્વરી,સોસાયટી તેના સાથે સંકળાયેલા ઇસમો સામે કલમ-120(બી), 406, 420, 114, તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટ (ઇન ફાયનાન્સીયલ ઈસ્ટેબ્લીશમેન્ટસ) એકટ-2003 ની કલમ 3, મુજબ આ તમામ આરોપીઓએ ભાવેશ મહેતા એચ.યુ.એફ. પેઢી ’’તથા ’’તન્જીલા ટ્રેડીંગ કંપની’’ ઉભી કરી,માર્કેટમા સારૂ એવુ જ્ઞાન હોય તેવુ જણાવી રોકાણકારોને સારૂ વળતર મળશે તેવી લાલચો આપી હતી,
જેમા દર મહીને ત્રણ થી સાડા ચાર ટકા જેટલુ ચોક્કસ વળતર આપવાની ખાત્રી અને વિશ્વાસ આપી રોકાણકારોનો વિશ્વાસ જીત્યા હતા અને કરેલ રોકાણ અંગેનુ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી ચેકો લખી આપી રોકાણ કરાતા લોકોને વિશ્વાસ આપી,તેમજ પૈસા રોકવાની સ્કીમો ચલાવી બીજા રોકાણકારોને નાણા રોકવા માટે પ્રેરવા સારૂ આકર્ષક સ્કીમો આપી પ્રસિધ્ધી કરતા આ કેસના ફરિયાદી હિમાંશુ મહેતાએ પોતાના તથા પરીચીતોની રકમ મળીને બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર રૂપીયા તદઉપરાંત 200 થી વધુ વ્યકિતઓએ આ સ્કીમમા રકમનુ રોકાણ કરતા જે રોકાણ કરેલ રકમ કે તે રકમનુ વળતર પરત ન આપી,આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમા વાપરી નાંખી ઓળવી જઇ આ કેસના સામે આવેલ…
ફરીયાદી તથા રોકાણ કરેલ રોકાણકારો સાથે વિશ્વાસસઘાત અને છેતરપીંડી કરી આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી એકાબીજાને મદદ ગારી કરી હોવા સબબની ફરિયાદ નોંધાતા જામજોધપુર પી.આઈ.કે.વી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે વધુમાં સુત્રો વિગતો આપતા કહે છે કે આ સાથે આ કૌભાંડમાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકોના નામ ખુલે તેવી પણ શક્યતાઓ જાણકારો સેવી રહ્યા છે. જો કે આ સમગ્ર મામલો ઊંડાણપૂર્વકની તપાસ માંગી લેતો છે.અને આગામી સમયમાં છેતરપિંડીનો આંક હજુ વધુ તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.