Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ આગામી બે દિવસમાં હાડથીજવતી ઠંડી પડશે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી ઘટી જશે, જેના કારણે જામનગર, અમદાવાદ તથા દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે સવારે અને રાત્રીના સમયે જ ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. પરંતુ હવે ફરી ઠંડીનું જોર વધશે. હવામાન ખાતાએ આગાહી કરી કે હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો પાંચથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે.