જામનગરના જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે સવારે શહેરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. જેમાં તેઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી.
આ સમારોહમાં કેબિનેટમંત્રીએ વિકસિત ભારત અને ગુજરાતના વિકાસ અંગે ઉદબોધન આપ્યું હતું. જેમાં શિક્ષણ અને રમતગમત વગેરે વિષયોનો સમાવેશ થતો હતો. આ સમારોહની ઉજવણીમાં પોલીસ, હોમગાર્ડ, એસ.પી.સી., એન.સી.સી., ડોગ સ્કવોડ વગેરે દ્વારા પરેડ કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજી ચાવડા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતાં.