Mysamachar.in-જામનગર
હાલ કોરોના વાયરસ એ અનેકને તક આપી છે પરિવાર સાથે રહેવાની રોજ બરોજના ધમાલીયા જીવન થી કંટાળી ઘણી વખત ઘણા લોકો પરિવાર સાથે વાત કરવા પણ ફ્રી નથી થતા અને પરિવારની ફરિયાદ હોય છે કે અમારા સૌ ના સમય જ મેચ નથી થતા….. ત્યારે હવે તક મળી છે પરિવાર સાથે રહેવાની પરિવારમા સૌને એકબીજાની ચિંતા હોય અને એક બીજાનુ સારૂ થાય એ લાગણી હોય છે, જેનાથી પોઝીટીવીટી વધે છે એકબીજાને ઉર્જા મળતી રહે છે તેથી પોઝીટીવીટી વધતા હળવાશના અનુભવ થાય છે તેમ સંશોધકોનો મત છે,
માટે પરિવાર સાથે રહેવાનો મોકો એકબીજાના અનુભવોને શેર કરવાનો મોકો એકબીજાને કંઇક જણાવવા નો મોકો એકબીજાને વધુ જાણવાનો અને તે માટે સંવાદ કરવાનો મોકો વગેરે અનેક તક મળી રહે છે, જે એકબીજાથી વધુ નજીક લાવી શકે છે કેમ કે એક ઘરમા રહેવા છતા દૂર રહેનારાઓ ધમાલીયા જીવનમાંથી હટી પરિવારનો ભાવ એકત્ર કરવાનો મોકો ઉર્જા સભર બનાવનાર છે, તેમ સોશ્યોલોજીસ્ટો નો અભિપ્રાય છે.