Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે વાહન સહિત સાધન સુવિધાઓથી સજજ હાલના યુગમા શ્રમ ન કરનાર પણ થાકતા હોય તે સ્વાભાવિક છે સૌનો અનુભવ છે, કેમ કે પ્રદુષણ તણાવ વગેરે ઓક્સીજન લેવલ દીર્ઘશ્ર્વાસ હળવી જરૂરી કસરત વગેરેની ખામી ઉભી કરે છે, ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ચોખ્ખી હવા પુરતુ સમયસર અને એકરસ થઇ લેવાતા ભોજન પ્રાણાયામ યોગ વગેરે જેવી હળવી કસરત અને આ બધુ જ નિયમિત કરવાથી વધે છે,
સામાન્ય શરદી, ઉધરસ, તાવ દુખાવા વગેરે હવામાનના પલટાથી સંભવ છે, પરંતુ તેનાથી બિમારી તો જ ઘર ન કરે જો ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય…. માટે હાલ જ્યારે લોકડાઉન છે ત્યારે બને તેટલુ ટાઇમ ટેબલ પાલન કરો ઘરમા વોક કરો, સમયસર જમો, સમયસર સુવો, સમયસર જાગો, જરૂરિયાતો ઘટાડો , હેલ્થ પ્રત્યે જાગૃતિ કેળવો તો ઇમ્યુનિટી વધશે જે આવનારા દિવસોમા શરીરને મજબુતિ પણ આપશે જે રોગપ્રતિકાર શક્તિ વધતા તંદુરસ્તી તરફ ગતિ અને પ્રગતિ વધશે
ખાસ કરી સ્વચ્છ હવામા પ્રાણાયામ આસનની પ્રેક્ટીસની ટેવથી બાદમા પણ તે ક્રમ જળવાશે તો ઓક્સીજન લેવલ જળવાતા ઇમ્યુનિટી કાયમ રહેશે, આવી તો અનેક ટીપ્સ તબીબી ક્ષેત્રના અને ડાયેટ નિષ્ણાંતો જણાવે છે અને ઉમેરે છે કે સમતોલ આહાર જેમા કઠોળ, લીલાશાકભાજી ફ્રુટ વગેરેનો સમાવેશ કરવો જોઇએ.આમ ઘરમાં રહીને પણ શરીરને યોગ, પ્રાણાયામ, સામાન્ય કસરતોના માધ્યમથી સ્વસ્થ બનાવી શકાય છે.