Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે આજે શ્રમ અને રોજગાર તેમજ પંચાયત રાજ્યમંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજાએ ડિસ્ટ્રીક ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું હતુંજામખંભાળિયા કલેકટર કચેરી કેમ્પસમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ગુજરાત સરકાર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કુદરતી આપદા વખતે રાહત બચાવની કામગીરીના કોમ્યુનિકેશન સિસ્ટમ માટે કલેકટર કચેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના સંકલન હેઠળ રૂ. 1 કરોડના ખર્ચે નવું ભવન બનાવવામાં આવ્યું છે. જેનું મંત્રીએ લોકાર્પણ કરી બિલ્ડિંગના વિવિધ વિભાગો અને કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.
મંત્રીએ આ તકે જણાવ્યું હતું કે ઝીરો કેજયુઆલીટીના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર કુદરત કુદરતી આફતોમાં કામ કરી રહી છે. વરસાદ હોય કે વાવાઝોડું અન્ય કુદરતી આફતોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે લોકોને અગાઉથી જ સાવચેત કરવા, સ્થળાંતરિત કરવા અને તેમના માટે સલામતી વ્યવસ્થા ગોઠવવા સહિતની કામગીરી માટે રાજ્ય સરકારે પ્રશાસનને માર્ગદર્શન આપ્યું છે. હાલ ભારે વરસાદની સ્થિતિમાં પણ તંત્ર એલર્ટ છે, આ પ્રકારના આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ સાથેના ભવનો કુદરતી આફતોમાં લોકોની સલામતી માટે ઉપયોગી બન્યા છે.ન્યુ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખંભાળિયાના લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક કલેક્ટર જાની, ડી.આર.ડી.એ નિયામક ખેર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.