Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામો આવેલ સભાગૃહ કોઈ અવળા ચોઘડિયામાં ચાલુ થયું હોય તેવું એટલે લાગે છે કારણ કે આજે આ સભાગૃહમાં સભા શરુ થતાની સાથે જ વાતાવરણ અયોગ્ય બની રહ્યું હોય તેમ લાગે છે, વાત માંડીને કરીએ તો જામનગર મનપા કેમ્પસમાં મનપા દ્વારા અટલ બિહારી બાજપાઈ સભાગૃહ તૈયાર કરવામાં આવ્યું છે અને આજે અહી આજે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ સભા પૂર્વે અને સભામાં જે થયું તે જોતા લાગે છે કઈક ગ્રહો વંકાયા છે.
આજે મનપાની આ સામાન્ય સભામાં વિપક્ષ સભ્યએ કમિશ્નર ડી.એન.મોદી વિષે વ્યક્તિગત અયોગ્ય ટીપ્પણી કરતા તમામ અધિકારીઓ બોર્ડ છોડીને જતા રહ્યા અને અધિકારીઓએ આ બાબતને તેમનું અપમાન ગણાવ્યું હતું જો કે કામ લેવામાં પાવરધા પદાધિકારીઓ અને શાશક પક્ષના કોઈ સભ્યો પણ આવા સમયે અધિકારીઓના સમર્થનમાં ન આવ્યા જે બાબત તજજ્ઞો અલગ પ્રકારે જુએ છે. જો કે અધિકારીઓ ચાલ્યા જતા અધ્યક્ષ મેયરે બોર્ડની કાર્યવાહી આટોપી લેવાની ફરજ પડી હતી
-મ્યુ કમિશ્નર ડી.એન.મોદીએ કહ્યું કે..
આ અંગે કમિશ્નરની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવાઓએ કહ્યું કે વિપક્ષ સભ્ય આનંદભાઈ રાઠોડે મારા વિષે અયોગ્ય વ્યક્તિગત ટીપ્પણી કરતા મારા અધિકારીઓને તે બાબત સારી ના લાગી માટે મેં અને મારા અધિકારીઓએ બોર્ડનો બહિષ્કાર કરી જતા રહ્યા હતા. વધુમાં વિપક્ષના અમુક સભ્યો મને અને મારા અધિકારીઓને ટાર્ગેટ કરતા હોય તેવું મને લાગ્યું છે.જે બાબત અયોગ્ય કહેવાય
-વ્યકિતગત ટીપ્પણી અયોગ્ય બાબત
આ તકે ચૂંટાયેલ સભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ બધાને લાગે વળગે છે ત્યાં સુધી કોઈએ કોઈ પણ બાબત હોય કોઈપણ વિષે જાહેરમાં અને વ્યક્તિગત જીવનને લગત ટીપ્પણી કરવી યોગ્ય નથી અને જાહેર જીવનમાં આ બાબતને જરાપણ તંદુરસ્ત ના કહી શકાય
			
                                
                                
                                



							
                