Mysamachar.in-જામનગર:
જામનગર પાણી પુરવઠા દ્વારા એક તો ડેમમાં કે તળમા પાણી નથી છતા સમીક્ષાઓ હાથ ધરવાના નાટક કરે છે, ઉપરથી બોર બનાવવા લાખના બાર હજાર કર્યા જેવો ઘાટ ઘડાયો છે કેમકે એક તો જેટલા બોર બનાવ્યા તેમાંથી અડધા તો ફેલ ગયા છે વળી જેટલામા પાણી નીકળ્યુ તે બહુ બહુ તો એક રાઉન્ડમા કદાચ વધીને ૧૦૦૦૦ લીટર કે ૧૫૦૦૦ લીટર પાણી નીકળે તો પણ સારુ ગણાય.
પાણી પુરવઠા અંગેની સતાવાર યાદી મુજબ જિલ્લાનાં પીવાના પાણીની મુશ્કેલીવાળા ૧૮ ગામો અને ૪૨ વાડી વિસ્તારોમાં ૧૦,૦૦૦ લીટરના કુલ ૧૫૪.૫૦ ફેરા ટેન્કરથી પાણી આપવાના કામને બહાલી આપવામાં આવેલ છે,અને તે મુજબ ટેન્કરથી પાણી આપવાનું શરુ થયેલ છે અને માસ્ટર પ્લાન મુજબનાં ૧૫ બોર શારવામાં આવેલ છે.જે પૈકી ૮ બોર સફળ થયેલ છે અને આ ૮ બોર ઉપર પમ્પીંગ આપી કાર્યરત કરવામાં આવેલ છે.
૧૯ વાડી વિસ્તારોમાં ૪૧ ફેરા વધારી આપવામાં આવેલ છે અને બોરનાં કામની રજુઆત આવેલ છે જે પૈકી ભુસ્તરશાસ્ત્રીના સર્વે રીપોર્ટ મુજબ ૨૬ બોર માટે ફીઝીબીલીંટી રીપોર્ટ આપેલ છે.જે પૈકી અત્યાર સુધીમાં ૫ બોર શારવામાં આવેલ છે,.અત્યાર સુધીમાં તે પૈકી ૪ બોર સફળ થયેલ છે અને ૨ બોર ઉપર પમ્પીંગ મશીનરી આપી કાર્યરત કરવામાં આવેલ છે અને બાકીની કામગીરી પ્રગતિમાં છે.
હવે ૨૦ બોર જે ઓછામા ઓછા ૫૦૦ ફુટ તો શારવા જ પડે અને તેનો ખર્ચ મળીને પાંચ લાખ તો તેમાં જતા રહ્યા હવે અડધામાંથી જ પાણી મળ્યુ તો આડેધડ શારકામ થયુ હશે સર્વે નહી કર્યો હોય? જાહેર તો એવુ કરાયુ છે કે ફીઝીબીલીટી રિપોર્ટ મુજબ કામ કર્યુ છે તો બોર ફેલ કેમ ગયા ? ઉપરથી તમામ ના એટલેકે ૧૨ સફળ થયા તેમા મશીનરીઝ ફીટ કરવા બાર થી પંદર લાખના ખર્ચ ક્રમશ:અલગથી લાગશે તેના બદલે જે ટેન્કર મેળવાય છે તે વેંચાતા લેવાય તો પણ સસ્તા પડે છતા લાખો રૂપિયાના ખર્ચ ને અણઆવડત સમજવી કે શું..?તેવો સવાલ જાણકારોમા ચર્ચાઈ રહ્યો છે.
જેમ જુદી જુદી મૌસમ આવે તેમ અમુક લોકો માટે અછત એક મોસમ હોય છે અગાઉ રાહતકામ અને પાણીના ટેન્કરમાં જંગી ગેરરિતિ થતી તેના અનેક દ્રષ્ટાંત છે હાલના સમયમા મનરેગા કામમા આવી શક્યતા છે,તાજેતરમા ડીડીઓએ એક ગેરરીતી પકડી પણ હતી.તેવી જ રીતે અમુક જાણકારો આશંકા સેવે છે કે એક તો બોર કાયમ કામ નહી આવે પચાસ ટકા ફેલ ગયા છે છતા લાખો રૂપિયાનો ખર્ચ ખરેખર પાણી સમસ્યા હળવી કરવાના હેતુથી થયો કે અન્ય કોઇ હેતુ સિદ્ધ કરવા પૈસાના પાણી કરાયા હશે?