Mysamachar.in-જામનગર
કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને એમ. પી. શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. બેઠકમાં અધિક્ષક ડો. દિપક તિવારી દ્વારા જુદી જુદી એક્ઝિક્યુટીવ કમિટીની મીટિંગના નિર્ણયોને બહાલી આપવા, ખર્ચ તેમજ અન્ય વ્યવસ્થાઓને લગત નિર્ણયો અંગે મંત્રીઓને માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં ખાસ કોરોનાની સંભવિત ત્રીજા વેવ માટેની હોસ્પિટલ ખાતેની તૈયારીઓ અંગેના આયોજન જેમકે વધુ બેડની ખરીદી, આવશ્યક ઇક્વિપમેન્ટ, લેબોરેટરી, નર્સિંગ સ્ટાફ, બ્લડ બેંકના ઇક્વિપમેન્ટ, આવશ્યક જગ્યા ઉપર ખૂટતા માનવશ્રમની મંજૂરીઓ, ડાયટ સપ્લાય સેવાઓ વગેરે વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, ડીન ડો. નંદીની દેસાઈ, ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ વસાવડા, અધિક ડીન ડો. એસ. એસ. ચેટરજી, ડો.મનીષ મહેતા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






