Mysamachar.in-જામનગર:
જામનગરમાં છેલ્લા ઘણા દિવસોથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક સવાલો ઊઠી રહ્યા છે. તેવામાં ખૂની હુમલો કરવાના બનાવમાં તાજીયા ગેંગના ચાર સાગરીતોની એલસીબીએ ધરપકડ કરતા જમીન પચાવી પાડવાનું પ્રકરણ બહાર આવ્યું છે અને તેમાં આ ગેંગના મુખ્ય સાગરીતની પણ સંડોવણી ખુલી છે,
જામનગર બ્રાસપાર્ટના વેપારી સંજય ડોબરીયા પર ખૂની હુમલાનો બનાવ બાદ ધર્મેશ પટેલ પર જે તે સમયે ખૂની હુમલાનો કરીને ૧૦ શખ્સોએ ભારે આતંક મચાવતા ચકચાર જાગી હતી. આ હુમલો કરનાર તાજીયા ગેંગના સાગરિત ફૈજલ ઉર્ફે બાબુ પીંજારા, સબીર ઉર્ફે વસૂલી આરબ, ઈમ્તિયાઝ ઉર્ફે છોટુ અન્સારી અને જાફર સંધિની એલસીબીએ ધરપકડ કરીને હથિયારો કબજે કર્યા છે, ધર્મેશ પટેલ પર હુમલો કરવામાં આ ગેંગના મુખ્ય આરોપી અનવર ઉર્ફે અનીયો લાંબો, હસુ પેઢડીયા વગેરેના નામો ખૂલ્યા છે.ઉપરાંત એલસીબીને તપાસ દરમિયાન પાંચ માસ પહેલા દરેડ ખેડૂત નાથાલાલ ઘાડીયાની જમીન પચાવી પાડવાના ગુન્હામાં તાજિયા ગેંગના અનવર ઉર્ફે અનીયો લાંબો, હસુ પેઢડીયાના વગેરેની પણ સંડોવણી ખૂલવા પામી છે.ત્યારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.