My samachar.in:ગાંધીનગર
વિધાનસભાનું બજેટસત્ર ગઈકાલે પૂર્ણ થયું સત્ર દરમિયાન પ્રશ્નોતરીમાં ખંભાળિયાના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે 31/12/2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ટુરીઝમ સપોર્ટ ડેવલપમેન્ટ ઓફ ટુરીઝમ પ્રોજેકટ અનવ્યે કોઈ ૨ક્રમ મળેલ છે કે કેમ? વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્નોના પ્રત્યુતરમાં પ્રવાસન મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલ હતુ કે તા.31/12/2021 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ટુરીઝમ સપોર્ટ ડેવલપમેન્ટ ઓફ ટુરીઝમ પ્રોજેકટ અનવ્યે કોઈ પણ રકમ મળેલ નથી, પરંતુ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયની સ્વદેશ દર્શન અને સંસ્કૃતિ મંત્રાલયની પ્રસાદ યોજના અંતર્ગત પ્રવાસનના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.બે વર્ષમાં કુલ 6816.60 લાખ જેટલી રકમ મળેલ છે જયારે 8943.25 લાખ જેટલી રકમનો ખર્ચ થયેલ છે અને વણવપરાયેલ રકમ શૂન્ય છે. કારણ કે, કેન્દ્ર સરકાર તરફથી રાજય સરકારને મળેલ રકમ કરતા ખર્ચ વધુ થયેલ હોવાથી વણવપરાયેલ રકમનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.