Mysamachar.in-જામનગર:
છેલ્લા ત્રણેક માસના સમય ગાળા દરમ્યાન જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે, કનસુમરા ગામના પાટીયા પાસે તથા જામનગર શહેરમાં ખંભાળીયા બાયપાસ, રાજીવનગર તથા સોનલનગર જેવા વિસ્તારમાં થી મોટર સાયકલ ચોરીના બનાવો બનવા પામેલ હતા. જે મોટર સાયકલ ચોરીના બનાવો અંગે ફરીયાદીઓએ મેધપર પોલીસ સ્ટેશન, પંચકોષી બી પોલીસ સ્ટેશન તથા સીટી સી ડીવી પોલીસ સ્ટેશનમાં અજાણયા માણસો વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી. જે ગુનાઓ વણશોધાયેલ હતા.એવામાં આવા વાહનતસ્કરી કરતા તસ્કરોને ઝબ્બે કરવા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જામનગર જીલ્લામાં બનેલ મોટર સાયકલ ચોરીઓના ગુનાઓ અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવી જરૂરી વર્ક આઉટ કરી જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
આ દરમ્યાન સ્ટાફના ASI સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે દરેડ ગામે મસીતીયા રોડ ઉપર મુરલીધર સોસાયટી પાસેથી રવીરાજસિંહ મહેન્દ્રસિંહ કચવા રહે. મુરલીધર સોસાયટી, મસીતીયા રોડ. દરેડ, વિપુલ જયેશભાઇ મકવાણા રહે. મુરલીધર સોસાયટી, મસીતીયા રોડ, દરેડ, નવાજ હારૂનભાઇ આમરા રહે. મયુરનગર પાસે, નવા આવાસ ત્રણ માળીયા, ગજરાજસિંહ કનકસિંહ રાઠોડ રહે. ખોડીયાર કોલોની, સોનલનગર જામનગર આ ઇસમોના કબ્જામાંથી હોન્ડા એકટીવા, એકસેસ મળી કુલ 6 મોટરસાઈકલ જેની કિ.રૂ. 1,50,000/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો આ ગુન્હામાં હજુ જામનગર એલસીબી બાલાજી ઉર્ફે બાલો રામજીભાઇ પરમાર રહે. હનુમાન ટેકરી, જામનગર, અજયસિંહ રણજીતસિંહ જાડેજા રહે. મારૂતીનગર જામનગર અને ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા રહે. સોનલનગર જામનગરની શોધખોળ કરી રહી છે,