Mysamachar.in-સુરત:
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આજે એકા-એક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી,ભીષણ આગના કારણે એપાર્ટમેન્ટમાં કેટલાય લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.આગની જવાળાઑ અને પ્રચંડતાને જોતાં ચોથા માળેથી અનેક વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યાં હતાં.
આ દુર્ઘટનામાં ૧૫ના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો હાલ મળી રહ્યા છે.ફાયર વિભાગની તમામ ટુકડીઓને કામે લગાવી દેવામાં આવી છે, ઘટનાને લઈને પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે,
જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે તે પ્રમાણે તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંઝવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં.
જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.આ દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૫ના મોત નીપજ્યાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.