Mysamachar.in-ગાંધીનગર:
આજનો દિવસ કોંગ્રેસ માટે સવારથી જ ભારે રહ્યો હોય તેમ સવારે કોઈ પણ જાતની ચર્ચા વિના માણાવદરના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડાએ ગાંધીનગર ખાતે પહોંચી જઇ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયાને હજુ તો કલાકો માંડ થઈ છે, ત્યાં જ મોરબી જિલ્લાના હળવદ-ધાંગ્ધ્રા બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કે જેઓ નાની સિંચાઇ યોજનાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા છે, તેને હાલમાં જ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે,

જવાહર ચાવડાની જેમ સાબરિયા પણ ભાજપનો ખેસ ધારણ કરશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે અને તેવો અત્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપવા પહોંચી ગયા છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.